આગામી 5 વર્ષમાં HDFC બેંકની શાખાઓની સંખ્યા બમણી થશે, દર વર્ષે 2000 નવી શાખાઓ ખુલશે

|

Jun 22, 2022 | 7:32 AM

વિસ્તરણ પાછળનું કારણ સમજાવતા સીઈઓએ કહ્યું કે OECD દેશોની સરખામણીમાં દેશમાં વસ્તી માટે શાખાઓની ગીચતા ઘણી ઓછી છે. આ બ્રાન્ચ બેન્કિંગની વ્યૂહરચનાના કારણે શક્ય બન્યું છે.

આગામી 5 વર્ષમાં HDFC બેંકની શાખાઓની સંખ્યા બમણી થશે, દર વર્ષે 2000 નવી શાખાઓ ખુલશે
HDFC Bank ( File Image)

Follow us on

HDFC Bank ના HDFC સાથે મર્જર પછી તેની વિસ્તરણ યોજનાને વધુ વેગ આપવા માટે  યોજના પર કામ ચાલી રહ્યું છે. બેન્કના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શશિધર જગદીસને જણાવ્યું હતું કે બેન્ક આગામી ત્રણથી પાંચ વર્ષમાં તેની શાખાઓના નેટવર્કને બમણી કરવાની યોજના પર કામ કરી રહી છે. જે  પાંચ વર્ષે એક  HDFC બેન્ક જોડવા બરાબર છે. યોજના મુજબ બેંક દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલશે. શેરધારકોને લખેલા પત્રમાં જેમાં CEOએ HDFC અને HDFC બેન્કના મર્જર અંગે પોતાનું વલણ રજૂ કર્યું છે. જગદીસને જણાવ્યું હતું કે સૂચિત મર્જર નવી શક્યતાઓ ખોલવા જઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે તકો વિશાળ છે અને અમે કામ કરી રહ્યા છીએ. દર પાંચ વર્ષે નવી એચડીએફસી બેંક ખોલવા જેટલું વિસ્તરણ કરવાની યોજના પર કામ કરાઈ રહ્યું છે. હાલમાં બેંકની દેશભરમાં 6000 શાખાઓ છે.

દર વર્ષે 1500 થી વધુ નવી શાખાઓ ખુલશે

વિસ્તરણ પાછળનું કારણ સમજાવતા સીઈઓએ કહ્યું કે OECD દેશોની સરખામણીમાં દેશમાં વસ્તી માટે શાખાઓની ગીચતા ઘણી ઓછી છે. આ બ્રાન્ચ બેન્કિંગની વ્યૂહરચનાના કારણે શક્ય બન્યું છે. આજે સમગ્ર ભારતમાં અમારી 6,000 થી વધુ શાખાઓ છે, અને અમે આગામી ત્રણથી પાંચ વર્ષમાં દર વર્ષે 1,500 થી 2,000 શાખાઓ ખોલીને અમારા નેટવર્કને લગભગ બમણું કરવાની યોજના બનાવીએ છીએ. એપ્રિલમાં જ HDFC અને HDFC બેન્કે મર્જરની જાહેરાત કરી હતી, જે આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે. જગદીશને કહ્યું કે આ મર્જર ખૂબ જ ફાયદાકારક રહેશે કારણ કે હોમ લોન એ દેશની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય પ્રોડક્ટ છે અને તેનાથી બેંકને વિસ્તરણમાં ઘણો ફાયદો થશે. તેમના મતે આજે ઘર ખરીદવાનું વાતાવરણ બદલાઈ ગયું છે. રેરાએ પ્રક્રિયામાં વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરી છે. પ્રોપર્ટી માર્કેટમાં ભાવ સુધરવાની સાથે ઈન્વેન્ટરીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરાંત, વધતી આવકનો અર્થ એ છે કે હોમ લોન EMI બોજ હવે ઓછો થયો છે. આ બધા સૂચવે છે કે આગામી સમયમાં હોમ લોન સેગમેન્ટમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની ધારણા છે. અને આ દાયકામાં વૃદ્ધિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ હશે. આ કારણોસર, બેંક વિસ્તરણ યોજનાનો અમલ પણ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બેંકે ગત નાણાકીય વર્ષમાં 734 શાખાઓ ખોલી હતી

ગયા નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં બેંકે 563 શાખાઓ ખોલી અને 7,167 કર્મચારીઓ ઉમેર્યા છે. જો આપણે સમગ્ર નાણાકીય વર્ષ વિશે વાત કરીએ, તો HDFC બેંકે 734 શાખાઓ ખોલી અને 21,486 કર્મચારીઓની ભરતી કરી છે માર્ચ 2022ના અંતે HDFC બેંકની કુલ થાપણો 16.8 ટકા વધીને રૂ. 1,559,217 કરોડ થઈ. બીજી બાજુ ખાનગી ક્ષેત્રની HDFC બેન્કનો એકલ આધાર પર ચોખ્ખો નફો નાણાકીય વર્ષ 2021-22 ના ચોથા ક્વાર્ટરમાં લગભગ 23 ટકા વધીને રૂ. 10,055.20 કરોડ થયો છે. વિવિધ ક્ષેત્રોમાં લોનની માંગમાં વધારો અને બેડ લોન માટે નાણાકીય જોગવાઈની જરૂરિયાતમાં ઘટાડો થવાને કારણે બેંકના નફામાં આ ઉત્તમ વૃદ્ધિ નોંધાઈ છે.

Published On - 7:31 am, Wed, 22 June 22

Next Article