કોવિડ-19 રોગચાળા(Covid 19 Pandemic)માં મોટી સંખ્યામાં લોકોએ તેમની નોકરી ગુમાવી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં સ્થિતિ સામાન્ય થયા બાદ નોકરીયાત લોકોનું જીવન પાટા પર આવવાનું શરૂ થયું છે. પરંતુ આ દરમિયાન એક એવા સમાચાર સામે આવ્યા છે જેને જાણીને લોકોની ચિંતા વધી શકે છે. એક કંપનીએ અહીં એકસાથે કામ કરતા 900 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે.
Better.comના CEO વિશાલ ગર્ગે ઝૂમ કોલ પર તેના 900 કર્મચારીઓને આ વિશે માહિતી આપી હતી. સીઈઓ વિશાલ ગર્ગે (CEO Vishal Garg) પણ કંપનીએ આવું કરવા પાછળના કેટલાક કારણો જણાવ્યા હતા. CEOનો આ વીડિયો સામે આવતા જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોઈપણ કંપનીનું તેના કર્મચારીઓ પ્રત્યે આવું વલણ ચોંકાવનારું છે.
.@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut.
The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6
— Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021
900 કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી
વિશાલ ગર્ગે પોતાના કર્મચારીઓ સાથે ઝૂમ કોલ પર વાત કરતા કહ્યું કે જો તમે આ કોલમાં છો તો તમે કમનસીબ છો કારણ કે કંપનીએ માર્કેટના ભારે દબાણને કારણે કેટલાક એવા નિર્ણયો લેવા પડ્યા છે જે તે ઇચ્છતી ન હતી. ન્યુયોર્ક-હેડક્વાર્ટર ધરાવતી કંપનીના સીઈઓ વિશાલ ગર્ગે કહ્યું કે હું મારી કારકિર્દીમાં બીજી વખત આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું. મને દુઃખ છે કે અમે અમારા 900 કર્મચારીઓ સાથે આગળ કામ કરી શકીશું નહીં.
Better.com 2016 માં લોન્ચ કરવામાં આવી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિશાલ ગર્ગે 2016માં Better.comની શરૂઆત કરી હતી. વિશાલે ઝૂમ પર કહ્યું કે છુટા કાયેલા કર્મચારીઓને ચાર અઠવાડિયા માટે સેવરેન્સ, એક મહિનાનો સંપૂર્ણ લાભ અને બે મહિના માટે કવર-અપ મળશે જેના માટે અમે પ્રીમિયમ ચૂકવીશું. કર્મચારીઓના લાભ સંબંધિત તમામ વિગતો HR તરફથી મેઇલ કરવામાં આવશે. જે બાદ આ તમામની પ્રક્રિયા શરૂ થશે. તમને જણાવી દઈએ કે ખર્ચ ઘટાડવાના પ્રયાસરૂપે કંપનીના લગભગ 15% કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : અર્થતંત્રમાં ઝડપી સુધારાના સંકેત, 22 આર્થિક સૂચકાંકોમાંથી 19 મહામારીના પહેલાના સ્તરથી ઉપર
આ પણ વાંચો : મોંઘા ખાતરની અસર, સરકાર ખાતર સબસિડીમાં કરી શકે છે 50 હજાર કરોડ સુધીનો વધારો