દેશભરના હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર કરવા સરકારની વિચારણા, વાહનચાલકોને આ ફાયદો થશે

|

Jul 29, 2023 | 9:30 AM

દેશભરના હાઈવે પર ટોલ પ્લાઝા ગાયબ(No toll plazas on national highways) કરવા સરકાર વિચારણા કરી રહી છે. હવે લોકોને હાઈવે(Natioanl Highway) પરના જામમાંથી અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. સરકારna રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)એ પણ આ બાબતના સંકેત આપ્યા હતા.

દેશભરના હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર કરવા સરકારની વિચારણા, વાહનચાલકોને આ ફાયદો થશે

Follow us on

દેશભરના હાઈવે પર ટોલ પ્લાઝા ગાયબ(No toll plazas on national highways) કરવા સરકાર વિચારણા કરી રહી છે. હવે લોકોને હાઈવે(Natioanl Highway) પરના જામમાંથી અને લાંબી કતારોમાંથી મુક્તિ મળશે. સરકારna રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)એ પણ આ બાબતના સંકેત આપ્યા હતા.

જો કે, ટોલ સિસ્ટમ બદલવાની વાત ઘણા સમયથી ચાલી રહી છે. નવી સિસ્ટમ ક્યારથી લાગુ થશે અને હાઈવે પરથી ટોલ પ્લાઝા દૂર થવામાં કેટલો સમય લાગશે તે સ્પષ્ટ માહિતી જાહેર કરાઈ નથી.જોકે આ નિર્ણયથી ઇંધણ અને સમયની બચત થશે

નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ ફાસ્ટેગને દૂર કરી શકે છે. તેનાથી હાઈવે પર ટોલ પ્લાઝાની ટોલ વસુલાત માટેની કામગીરીની ભૂમિકા ખતમ થઈ જશે. આ જીપીએસ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ વાહનના લોકેશન પ્રમાણે ટેક્સની વસુલાત કરે તેવી સિસ્ટમ લાવવામાં આવી શકે છે. આ નવી સિસ્ટમ લાગુ કરવા માટે હાઈવેની જીઓ-ફેન્સિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ટોલ કેવી રીતે નક્કી થશે?

ટોલિંગની વર્તમાન પ્રણાલી રસ્તા પર મુસાફરી કરાયેલા નિશ્ચિત અંતર પર આધારિત છે. નવી સિસ્ટમ હાઇવે પર તમારા વાસ્તવિક અંતર અને સમયને આવરી લેશે. જીપીએસ આધારિત સિસ્ટમમાં વાહનના વાસ્તવિક કદ અને વજનના આધારે ટોલ નક્કી કરવામાં આવશે. હાઇવે પર વાહન કેટલી જગ્યા લે છે અને તે રસ્તા પર કેટલું વજન મૂકે છે તેના આધારે ટોલ વસૂલવાનો વિચાર છે.

મોટર વ્હીકલ એક્ટમાં સુધારો કરવો પડી શકે છે

એક અહેવાલ મુજબ, આ મામલાને લગતા એક વ્યક્તિએ કહ્યું, ‘સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નેશનલ હાઈવે ફી (દર અને કલેક્શનનું નિર્ધારણ) નિયમો 2008માં સુધારો કર્યો છે. આ વાહન દ્વારા મુસાફરી કરેલા અંતરના આધારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ વસૂલવાની મંજૂરી આપે છે. આ સાથે જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ કરી શકાશે. પરંતુ આ સિસ્ટમ લાવતા પહેલા રસ્તાઓને ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડ કરવા માટે ઘણું કામ કરવું પડશે. આ સિવાય મોટર વ્હીકલ એક્ટમાં સુધારાની જરૂર પડી શકે છે. આ સાથે પ્રાઈવસી સંબંધિત મુદ્દા પર પણ ધ્યાન આપવું પડશે. તેથી જ દેશના હાઈવે પરથી ટોલ પ્લાઝાને દૂર કરવામાં આ સિસ્ટમને સમય લાગી શકે છે.

વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસની જરૂર પડશે

આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવા માટે, વાહનોમાં ટ્રેકિંગ ઉપકરણની જરૂર પડશે, જેથી વાહનની હિલચાલ પર નજર રાખી શકાય. હાઇવે પરથી બહાર નીકળવા પર, તમે મુસાફરી કરેલ અંતરના આધારે તમારી પાસેથી ટોલ વસૂલવામાં આવશે. આ સાથે વાહનોને ટોલ પ્લાઝા પર રોકવાની જરૂર નહીં પડે. ટ્રેકિંગ સિસ્ટમથી ટોલની ગણતરી કરવામાં આવશે. આ સિસ્ટમ હેઠળ લોકોએ પોતાનું અને તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઉપરાંત, બેંક ખાતાને સિસ્ટમ સાથે લિંક કરવું પડશે.

Next Article