Delhi Mumbai Expressway ના નિર્માણકાર્યમાં આ અણધારી આફત સામે આવી, તકનીકી લાચારી વચ્ચે ઇજનેરો હલ શોધવામાં લાગ્યા

|

Mar 28, 2023 | 7:38 AM

Delhi Mumbai Expressway : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારની સ્પીડ 120 કિમી/કલાક, બસ અને ટ્રક માટે 100 કિમી/કલાક અને નાના વાહનો માટે 80 કિમી/કલાક રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તો તેણે ચલણ ચૂકવવું પડશે. એક્સપ્રેસ વે પર બાઇક, ટ્રેક્ટર-ટ્રોલી, ઘોડા અને બળદગાડાના પ્રવેશ પર પ્રતિબંધ છે.

Delhi Mumbai Expressway ના નિર્માણકાર્યમાં આ અણધારી આફત સામે આવી, તકનીકી લાચારી વચ્ચે ઇજનેરો હલ શોધવામાં લાગ્યા

Follow us on

Delhi Mumbai Expressway : 1386 કિલોમીટર લાંબા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે  ઉત્કૃષ્ટ નિર્માણનું અદભુત ઉદાહરણ છે. દેશના અનેક રાજ્યોમાંથી પસાર થતો આ એક્સપ્રેસ વે દિલ્લીથ મુંબઈને જોડશે. ઘણી સમસ્યાઓના કારણે એક્સપ્રેસ વેનું કામ મધ્યપ્રદેશમાં આવતા મહિને જ પૂર્ણ થશે. એક્સપ્રેસ વેના નિર્માણમાં મધમાખીઓ પણ ઘણી અડચણો ઉભી કરી રહી છે. મંદસૌર જિલ્લાના સીતામાઉ ખાતે ચંબલ નદી પર બની રહેલા 400 મીટર લાંબા આઠ માર્ગીય પુલ પર ગર્ડર નાખવાનું કામ પણ અધૂરું છે. અડધા ભાગમાં ગર્ડર નાખવામાં આવ્યું છે પરંતુ બાકીના અડધા ભાગમાં મધમાખીઓના  કારણે કામ અટકી ગયું છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓનું કહેવું છે કે મધમાખીઓએ પુલની નીચે અસંખ્ય મધપૂડા બનાવ્યા છે. તેઓ ઘણી વખત દૂર કરવામાં આવ્યા છે પરંતુ મધમાખીઓ ફરીથી મધપૂડો બનાવે છે. તેઓ કામ કરતા એન્જિનિયરો અને મજૂરો પર હુમલો કરે છે. જેના કારણે બ્રિજના બાકીના ભાગમાં ગર્ડર નાખવાની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. આ ઉપરાંત ગરોથ પાસે હાઈ ટેન્શન લાઈનના એક ડઝન ટાવર ઉભા છે જે હજુ સુધી હટાવવામાં આવ્યા નથી. જેના કારણે અંદાજે 300 મીટર લંબાઇમાં આઠ લેનનો રોડ બન્યો નથી.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટની બેંકોને ફટકાર, કોઈપણ એકાઉન્ટ ડિફોલ્ટ જાહેર કરતા પહેલા જણાવવું જરૂરી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

હવે ફરી એકવાર મધપૂડાને દૂર કરીને પુલ પર ગર્ડર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રીતે ગરોથ નજીક હાઈ ટેન્શન લાઇનને ખસેડવાની કામગીરી પણ 26 માર્ચથી શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસથી વીજ પુરવઠો બંધ છે.

આ માર્ગ પર  કાર 120ની સ્પીડે દોડશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કારની સ્પીડ 120 કિમી/કલાક, બસ અને ટ્રક માટે 100 કિમી/કલાક અને નાના વાહનો માટે 80 કિમી/કલાક રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ઝડપ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તો તેણે ચલણ ચૂકવવું પડશે. એક્સપ્રેસ વે પર બાઇક, ટ્રેક્ટર-ટ્રોલી, ઘોડા અને બળદગાડાના પ્રવેશ પર પ્રતિબંધ છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ક્યાંય બ્રેકર નહીં હોય. રખડતા પશુઓ રસ્તા પર ન આવે તે માટે એક્સપ્રેસ વેની બંને બાજુ બેરિકેડીંગ કરવામાં આવશે. તમે એક્સપ્રેસ વે પર કોઈપણ કારણ વગર વાહનને રોકી શકશો નહીં. જો વાહન અચાનક બંધ થઈ જશે તો ચલણ કપાશે. નિર્ધારિત  વિસ્તારમાં જ વાહન રોકવાની પરવાનગી છે. અમુક અંતરે રેસ્ટ પોઇન્ટ બનાવવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article