નવા વર્ષમાં મોંઘા થશે સસ્તા કપડાં, 1000 રૂપિયાથી ઓછા કપડાં પર GST વધારાયો

|

Nov 05, 2021 | 7:11 PM

ટેક્સટાઇલ ઉદ્યોગ રોજગાર સર્જનમાં મોખરે છે. કોરોના સમયગાળા દરમિયાન, આ ઉદ્યોગમાં કામ કરતા 20 ટકા લોકો બેરોજગાર થઈ ગયા.

નવા વર્ષમાં મોંઘા થશે સસ્તા કપડાં, 1000 રૂપિયાથી ઓછા કપડાં પર GST વધારાયો
Textile Industry - File Photo

Follow us on

આપણે જાણીએ છીએ કે, 1000 રૂપિયા કરતા સસ્તા રેડીમેડ કપડા પર GSTનો દર 5 ટકા છે. સપ્ટેમ્બર 2021માં સરકારે આ દર વધારવાનો નિર્ણય લીધો છે. નવો દર 1 જાન્યુઆરી, 2022થી લાગુ થશે, પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ સરકારના નિર્ણયથી નારાજ છે. તેમનું કહેવું છે કે આ નિર્ણયથી ગારમેન્ટ ઉદ્યોગના 85 ટકા બજારને અસર થશે. ઉપરાંત, ફાઈનલ પ્રોડક્ટના ભાવમાં 80 ટકાનો વધારો થશે.

ટેક્સના દરમાં વધારા અંગે સરકારનું કહેવું છે કે તેણે આવા કપડા પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય પહેલેથી જ લીધો હતો. બે વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. હવે અર્થતંત્ર અને ઉદ્યોગ બંને કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યા છે. આ સ્થિતિમાં ટેક્સ રેટ વધારવાનો નિર્ણય યોગ્ય સમયે લેવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે, સરકારે કાપડ ઉદ્યોગની ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર શું છે ?

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર ( Inverted Duty Structure) એ એક સમસ્યા છે જેમાં ઉત્પાદન પરનો ઇનપુટ ટેક્સ વધારે હોય છે, જ્યારે અંતિમ ઉત્પાદન પરનો ટેક્સ ઓછો હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ઉત્પાદકોને ઉત્પાદનના કાચા માલ પર વધુ GST લાગે છે, જ્યારે અંતિમ ઉત્પાદન પર ટેક્સનો દર ઓછો હોય છે. GST કાઉન્સિલે ઘણા ઉદ્યોગો માટે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરની સમસ્યા હલ કરી છે. આમ હોવા છતાં તે હજુ પણ ફૂટવેર, કાપડ, ફાર્માસ્યુટિકલ્સ અને ખાતર ઉદ્યોગમાં પ્રચલિત છે.

15% સેક્ટર સામે ઇન્વર્ટેડ ડ્યુટીની સમસ્યા

ટેક્સટાઇલ ઉદ્યોગની સમસ્યા વિશે વાત કરતાં તેઓ કહે છે કે ટેક્સટાઇલ સેક્ટરનો માત્ર 15 ટકા હીસ્સો જ ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરથી પ્રભાવિત છે. ટેક્સના દરમાં વધારાને કારણે 85 ટકા ઉત્પાદનના ભાવમાં બિનજરૂરી વધારો થશે. જેના કારણે MSME સેક્ટરને ખરાબ અસર થશે.

કાપડ ઉદ્યોગમાં મોટી સંખ્યામાં MSMEs

ઉદ્યમ આધાર પોર્ટલ (Udyam Aadhaar Portal) પર ઉપલબ્ધ ડેટા અનુસાર, સપ્ટેમ્બર 2015 અને જૂન 2020 વચ્ચે નોંધાયેલા MSME કાપડ ઉત્પાદકોની સંખ્યા 6 લાખ 51 હજાર 512 છે. જ્યારે, એપેરલ MSMEની સંખ્યા 4 લાખ 28 હજાર 864 છે. કપડા ઉદ્યોગ હજુ પણ પ્રી-કોવિડ સ્તરના 65 ટકા પર છે.

20 ટકા લોકો બેરોજગાર છે

ટેક્સટાઇલ ઉદ્યોગ રોજગાર સર્જનમાં મોખરે છે. કોરોના સમયગાળા દરમિયાન, આ ઉદ્યોગમાં કામ કરતા 20 ટકા લોકો બેરોજગાર થઈ ગયા. બીજી લહેર બાદ આ સેક્ટરમાં ફરી એકવાર સુધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં ટેક્સટાઇલ ઉદ્યોગનું કહેવું છે કે જો ટેક્સના દરમાં વધારો કરવામાં આવશે તો તેની અસર સુધારા પર પડશે.

 

આ પણ વાંચો : એન્ટાલિયા બાદ મુકેશ અંબાણી લંડનમાં બનાવી રહ્યાં છે હોસ્પિટલ સાથેનું 40 રૂમ વાળું ભવ્ય ઘર

Next Article