Tax Alert : ઇન્કમટેક્સ વિભાગ (Income Tax Department) આવતા મહિનાની શરૂઆતમાં કરદાતાઓ માટે નવું ઇ-ફાઇલિંગ વેબ પોર્ટલ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનો ઉપયોગ આઈટીઆર (Income Tax Return) ફાઇલ કરવા અને અન્ય કર સંબંધિત કાર્યો માટે થઈ શકે છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે નવું પોર્ટલ વધુ સુવિધાજનક બનશે. હાલનું વેબ પોર્ટલ 1 જૂનથી 6 જૂન સુધી બંધ રહેશે.
ઇન્કમટેક્સ વિભાગ (Income Tax Department) વિભાગની સિસ્ટમ વિંગ દ્વારા બુધવારે જાહેર કરાયેલા આદેશમાં જણાવાયુ છે કે જુના પોર્ટલથી નવા પોર્ટલ તરફ જવાનું કામ 1 થી 6 જૂન સુધી પૂર્ણ થઈ જશે. તેમજ તે 7 જૂન સુધીમાં તે કાર્યરત કરી દેવામાં આવશે. આ ઉપરાંત આદેશમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ ફરિયાદની કોઈપણ સુનાવણી અથવા નિવારણ માટે 10 જૂન પછીની તારીખ નક્કી કરે.
જેથી ત્યાં સુધીમાં કરદાતાઓ નવી સિસ્ટમને સારી રીતે સમજી શકે. આ આદેશમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ દરમ્યાન કરદાતા અને ખાતાના અધિકારી વચ્ચે સુનિશ્ચિત થયેલ કોઈપણ કામ મુલતવી રાખી શકાય છે.
ITR વિભાગે જણાવ્યું હતું કે સ્થળાંતરને કારણે કરદાતાઓ 1 જૂન 2021 થી હાલની વેબસાઇટ incometaxindiaefilling.gov.in પર લોગિન કરી શકશો નહીં. જ્યારે નવી વેબસાઇટ માટે તમારે INCOMETAX.GOV.IN ની મુલાકાત લેવી પડશે. ઇન્કમટેક્ષ વિભાગે કહ્યું છે કે 7 જૂનથી બધા કરદાતાઓએ આ વેબસાઇટ પર પોતાનું કામ કરી શકશે. આ ઉપરાંત આઇટીઆર 31 મે સુધી ભરી શકાશે
હાલમાં ઇન્કમટેક્સ વિભાગે આકારણી વર્ષ 2020-21 માટે આવકવેરા રીટર્ન (ITR ) ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી છે. હવે કરદાતાઓ 31 મે 2021 સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે છે. CBDT દ્વારા જાહેર કરાયેલા નવા પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી છે. જે લોકોએ ગત નાણાકીય વર્ષ માટે આવકવેરા રીટર્ન ભર્યા નથી, તેઓ હવે તે 31 મે સુધીમાં ભરી શકશે.
રિવાઇઝ ITR કેવી રીતે ફાઇલ કરશો
કરદાતાએ આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ www.incometaxindiaefiling.gov.in પર જવું પડશે અને સુધારેલ ITR ફાઇલ કરવા માટે સુધારેલ રિટર્ન ફાઇલ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. રિવાઇઝ રિટર્ન ભરવાની સંખ્યા નિશ્ચિત નથી પરંતુ રિટર્નની ચકાસણી આકારણી પછી રિવાઇઝ રિટર્ન ફાઇલ કરી શકાતું નથી.
Published On - 7:59 pm, Tue, 25 May 21