TATA Steel Stock Split: સ્પ્લિટ બાદ ટાટા સ્ટીલની રોકેટ ગતિ, એક જ દીવસમાં જોવા મળ્યો જબરદસ્ત ઉછાળો

કંપની તરફથી આ સંબંધમાં વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ટાટા સ્ટીલના (Tata Steel) બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 3 મે 2022ના રોજ સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

TATA Steel Stock Split: સ્પ્લિટ બાદ ટાટા સ્ટીલની રોકેટ ગતિ, એક જ દીવસમાં જોવા મળ્યો જબરદસ્ત ઉછાળો
TATA Steel (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 3:08 PM

ટાટા સ્ટીલ (Tata Steel) NSEના શેરમાં ગુરુવારે 7.22% એક્સ-સ્ટૉક વિભાજન (Stock Split) થયું હતું. દેશના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદકે તેના શેરને 1:10 ના ગુણોત્તરમાં વિભાજિત કર્યા, દરેકની ફેસ વેલ્યુ રૂ. 10 થી ઘટાડીને રૂ. 1 કરી હતી. ટાટા સ્ટીલે દરેક રૂ. 10ના ફેસ વેલ્યુના શેરના વિભાજન માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 29 જુલાઈની રેકોર્ડ તારીખ નક્કી કરી હતી. આનો અર્થ એ થયો કે જે રોકાણકારોના ખાતામાં 28 જૂન સુધીમાં ડિલિવરી કરવામાં આવી છે તેઓ શેરના ઉપ વિભાજન માટે પાત્ર બનશે અને રોકાણ કરેલી રકમમાં ફેરફાર કર્યા વિના શેરની સંખ્યામાં 10 ગણો વધારો કરવામાં આવશે.

વિભાજનની સકારાત્મક અસર થઈ છે અને ટાટા સ્ટીલના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ગુરૂવારે આ શેર તેજી સાથે ખુલ્યો હતો અને એકવાર ઈન્ટ્રાડેમાં તે પાંચ ટકાથી વધુ વધીને રૂ. 102 પર પહોંચ્યો હતો. બાદમાં તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલનો શેર 5.05 ટકાના ઉછાળા સાથે રૂ. 100.80 પર ટ્રેડ કરી રહ્યો હતો.

બોર્ડ તરફથી 3 મેના રોજ મંજૂરી મળી હતી

કંપની તરફથી આ સંબંધમાં વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે ટાટા સ્ટીલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 3 મે 2022ના રોજ સ્ટોક સ્પ્લિટના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. વાસ્તવમાં, બોર્ડના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય લિક્વિડિટી વધારવાનો તેમજ નાના રોકાણકારો માટે ટાટા સ્ટીલના શેરને વધુ પોસાય તેવા બનાવવાનો છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સ્ટોક સ્પ્લિટને આ રીતે સમજો

સ્ટોક સ્પ્લિટ એવી પ્રક્રિયા છે જ્યાં કંપની તેના શેરને કેટલાક શેરોમાં વિભાજિત કરે છે. જો કે, વિભાજિત શેર ન તો કોઈ નવી કિંમત ઉમેરે છે કે ન તો શેરધારકનો હિસ્સો ઘટાડે છે. પરંતુ, આ રીતે કંપનીના શેરની સંખ્યામાં વધારો થાય છે. આ સાથે શેરધારકોનો આધાર પણ વધે છે.

ટાટા સ્ટીલના નેટ પ્રોફીટમાં થયો ઘટાડો

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો (Tata Steel) કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 21 ટકા ઘટીને રૂ. 7,714 કરોડ થયો છે. ટાટા સ્ટીલે શેરબજારને (Stock Market) આ માહિતી આપી હતી. કંપનીએ કહ્યું કે ખર્ચમાં વધારાને કારણે તેનો નફો ઘટ્યો છે. આ પહેલા કંપનીએ ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 9,768 કરોડનો નફો કર્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ. 63,698.15 કરોડ થઈ છે જે અગાઉના વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 53,627.66 કરોડ હતી.

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">