Tata Steel Q1 Results: ટાટા ગ્રુપની કંપનીનો નફો 92% ઘટ્યો, આવકમાં પણ ઘટાડો થયો

|

Jul 25, 2023 | 6:56 AM

Tata Steel Q1 Results: ટાટા ગ્રૂપ(Tata Group) ની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલ(Tata Steel)નો નેટ પ્રોફિટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 93% ઘટીને રૂપિયા 524.85 કરોડ થયો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે.

Tata Steel Q1 Results: ટાટા ગ્રુપની કંપનીનો નફો 92% ઘટ્યો, આવકમાં પણ ઘટાડો થયો

Follow us on

Tata Steel Q1 Results: ટાટા ગ્રૂપ(Tata Group) ની સ્ટીલ મેન્યુફેક્ચરિંગ કંપની ટાટા સ્ટીલ(Tata Steel)નો નેટ પ્રોફિટ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 92% ઘટીને રૂપિયા 524.85 કરોડ થયો છે. કંપનીએ શેરબજારને આપેલી માહિતીમાં કહ્યું કે ખર્ચમાં વધારો થવાને કારણે તેનો નફો ઘટ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા 7,714 કરોડનો નફો કર્યો હતો.

આવકમાં ઘટાડો

કંપનીની કુલ આવક પણ જૂન ક્વાર્ટરમાં 4.75% ઘટીને રૂપિયા 60,666.48 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તે રૂપિયા 63,698.15 કરોડ હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા સ્ટીલનો ખર્ચ વધીને રૂપિયા 58,553.25 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં રૂપિયા 51,912.17 કરોડ હતો.

ટાટા સ્ટીલે ટી વી નરેન્દ્રને કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે 5 વર્ષની બીજી મુદત માટે નિયુક્ત કર્યા છે. નરેન્દ્રનનો નવો કાર્યકાળ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, તેમનો વર્તમાન કાર્યકાળ 18 સપ્ટેમ્બરે પૂરો થઈ રહ્યો છે.

સાનિયા મિર્ઝા અને હરભજન સિંહને આ દેશમાં મળ્યું ખાસ સન્માન
મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ, જાણો આઉટફ્લો અને ઇનફ્લો વિશે
કબૂતરની ચરક શરીરની આ મોટી બીમારી કરે છે દૂર, જાણો આ આયુર્વેદિક ઉપચાર વિશે
Kanguva : અભિનેત્રીએ એક ગીત માટે 21 વખત કપડા બદલ્યા
Tulsi Leaves Benefits : તુલસીના છે અઢળક ઔષધીય ગુણો, આ રીતે કરો પાનનું સેવન
ગુલાબજળ ચહેરા પર લગાવવાના ફાયદા જાણી રહી જશો દંગ

ટાટા સ્ટીલે કહ્યું કે આ નિમણૂક પર શેરધારકોની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી  છે.  આ પહેલા, તેમને 1 નવેમ્બર, 2013 ના રોજ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર (ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા) બનાવવામાં આવ્યા હતા.

શેર ઘટાડા સાથે બંધ થયો

અહેવાલ અનુસાર નફો ક્વાર્ટર-ઓન-ક્વાર્ટરમાં 63% ઓછો હતો જ્યારે અગાઉના ક્વાર્ટરની તુલનામાં આવકમાં 5% ઘટાડો થયો હતો.બોર્ડે 19 સપ્ટેમ્બરથી અમલી બનેલા બીજા પાંચ વર્ષ માટે ટી વી નરેન્દ્રનની CEO અને MD તરીકે પુનઃનિયુક્તિને મંજૂરી આપી છે.પુનઃનિયુક્તિ કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન છે. CEO અને MD તરીકે નરેન્દ્રનનો વર્તમાન કાર્યકાળ 18 સપ્ટેમ્બરે પૂરો થશે.

કંપનીએ ક્વાર્ટર દરમિયાન મૂડી ખર્ચ પર રૂ. 4,089 કરોડનો ખર્ચ કર્યો છે. જૂન ક્વાર્ટરના અંતે ચોખ્ખું દેવું રૂ. 71,397 કરોડ છે જ્યારે ગ્રૂપ લિક્વિડિટી રૂ. 30,569 કરોડ હતી. સોમવારે ટાટા સ્ટીલનો શેર ઘટાડા સાથે બંધ થયો હતો. શેર NSE પર 115.25 પર બંધ થયો હતો. આ શેર 1.35 રૂપિયા અનુસાર 1.16% ઘટાડા સાથે બંધ થયો હતો.

ડિસ્ક્લેમર : અહેવાલનો હેતુ વાંચકને શેરના પર્ફોમન્સ સંબંધિત માહિતી પુરી પાડવાનો છે.અહીં એ સમજવું જરૂરી છે કે શેરમાં રોકાણએ શેરબજારના જોખમોને આધીન હોય છે. આ માટે રોકાણ પહેલા તમારે આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ તેવી અમારી સલાહ છે.

Published On - 6:54 am, Tue, 25 July 23

Next Article