
Tarsons Products Share Allotment Status: લેબવેર પ્રોડક્ટ્સ બનાવતી કંપની Tarsons Products ના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ ઈશ્યુ 77.5 ગણો સબસ્ક્રાઇબ થયો છે. ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારોથી માંડીને છૂટક રોકાણકારો સુધી દરેકે સારો ક્રેઝ દર્શાવ્યો છે. IPO હેઠળ શેરની ફાળવણી આવતા અઠવાડિયે મંગળવાર, 23 નવેમ્બરના રોજ થવા જઈ રહી છે.
નશીબદાર રોકાણકારોના ડીમેટ ખાતામાં 25 નવેમ્બર સુધીમાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે. Tarsons Productsના શેર 26 નવેમ્બરે બજારમાં લિસ્ટ થવાના છે. ઇશ્યૂને સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે તેમાં રોકાણ કરનારા રોકાણકારોએ શેરની ફાળવણી માટે રાહ જોવી પડશે. જો તમે પણ ઈશ્યૂમાં સબ્સ્ક્રાઇબ કર્યું છે, તો તમે સરળતાથી ચેક કરી શકો છો કે તમને શેર મળ્યા કે નહી.
રોકાણકારો તરફથી અદભૂત પ્રતિસાદ
ટારસન પ્રોડક્ટ્સ(Tarsons Products)ના IPOમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઈડ સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત હતો. આ ભાગ લગભગ 116 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. આ હિસ્સો 184.58 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે અને તે 10.5 ગણો ભરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે અનામત શેર 1.83 ગણો ભરેલો છે. એકંદરે આ ઈસ્યુ 77.49 ગણો સબસ્ક્રાઈબ થયો છે. IPO ના ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા, નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
આ પણ વાંચો : Life Certificate : Pensioners માટે સારા સમાચાર, હવે પોસ્ટ ઓફિસથી પણ Life Certificate મેળવી શકાશે, જાણો કઈ રીતે
આ પણ વાંચો : Paytm ના નિરાશાજનક લિસ્ટિંગ બાદ રોકાણકારોએ Hold કરવું કે Sell? જાણો નિષ્ણાંતોના અભિપ્રાય
Published On - 12:52 pm, Fri, 19 November 21