Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?

|

Nov 22, 2021 | 6:45 AM

Tarsons Products કંપનીએ રૂ. 1024 કરોડના ઈશ્યુ જારી કર્યા હતા જેમાં ઓફર ફોર સેલમાં રૂ 150 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 1.32 કરોડ ઈક્વિટી શેર વેચાયા હતા.

Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?
IPO Investment Tips

Follow us on

Tarsons Products IPO: અગ્રણી લાઈફ સાયન્સ કંપની Tarsons Products નો IPO 15 નવેમ્બરે ખુલ્યો અને 17 નવેમ્બરે બંધ થયો હતો. IPO ની પ્રાઇસ બેન્ડ 635-662 રૂપિયા પ્રતિ શેર હતી. હવે કંપનીના શેરની ફાળવણી 23 નવેમ્બરે થવા જઈ રહી છે.

Tarsons Products કંપનીએ રૂ. 1024 કરોડના ઈશ્યુ જારી કર્યા હતા જેમાં ઓફર ફોર સેલમાં રૂ 150 કરોડનો ફ્રેશ ઈશ્યુ અને 1.32 કરોડ ઈક્વિટી શેર વેચાયા હતા. કંપનીના કર્મચારીઓ માટે 60,000 ઇક્વિટી શેર અનામત રાખવામાં આવ્યા હતા.

પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો ગ્રે માર્કેટમાં Tarsons Productsના શેર રૂ 240ની ઉપર પહોંચી ગયા હતા. ગ્રેટ માર્કેટ્સ અનુસાર ટાર્સન પ્રોડક્ટ્સના શેરનું લિસ્ટિંગ આશરે રૂ. 872 હોઈ શકે છે. તે 77.49 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણીમાં સબસ્ક્રિપ્શન 184.58 ગણું હતું. તે જ સમયે, ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે અનામત ભાગમાં 115.77 ગણું બુકિંગ કરવામાં આવ્યું હતું જ્યારે રિટેલ રોકાણકારોએ તેમના શેરની 10.56 ગણી બિડ કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રોકાણકારો તરફથી અદભૂત પ્રતિસાદ
ટારસન પ્રોડક્ટ્સ(Tarsons Products)ના IPOમાં 50 ટકા હિસ્સો ક્વોલિફાઈડ સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત હતો. આ ભાગ લગભગ 116 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અનામત છે. આ હિસ્સો 184.58 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. 35 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે અને તે 10.5 ગણો ભરવામાં આવ્યો છે. કર્મચારીઓ માટે અનામત શેર 1.83 ગણો ભરેલો છે. એકંદરે આ ઈસ્યુ 77.49 ગણો સબસ્ક્રાઈબ થયો છે. IPO ના ભંડોળનો ઉપયોગ દેવું ચૂકવવા, નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા અને અન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

 

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  •  હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  •  તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  •  હવે Search પર ક્લિક કરો.
  •  હવે આખી વિગત તમને જોવા મળશે.

 

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • KFintech પ્રાઇવેટ લિમિટેડ આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
    લિંક: https://ris.kfintech.com/iposatus/ipos.aspx
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  •  કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

 

આ પણ વાંચો : Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

 

આ પણ વાંચો : SBIએ જન ધન ખાતાધારકોને હજુ સુધી પરત નથી કર્યા ખોટી રીતે વસૂલ કરાયેલા 164 કરોડ રૂપિયા: રિપોર્ટ

Next Article