Suzlon Energy : સુઝલોન એનર્જીના શેર બની જશે રોકેટ.. મોર્ગન સ્ટેનલીએ આપ્યો નવો ટાર્ગેટ

|

Sep 27, 2024 | 7:31 PM

Morgan Stanley: બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લી સુઝલોન એનર્જી શેરની કામગીરીને લઈને તેજીના સંકેત આપ્યા છે. બ્રોકરેજ હાઉસે 88 રૂપિયાનો લક્ષ્યાંક રાખ્યો છે. જો કે તેમાં પણ આંચકો લાગ્યો છે.

1 / 6
Suzlon Energy Target Price:ગ્રીન સ્ટોક સુઝલોન એનર્જી લિમિટેડને લઈને મોટા સમાચાર આવ્યા છે. બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જીને ડાઉનગ્રેડ કરી છે. બ્રોકરેજ હાઉસે 'ઇક્વલવેઇટ' રેટિંગ આપ્યું છે. અગાઉ સુઝલોનને 'ઓવરવેઇટ' રેટિંગ આપવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, શુક્રવારે BSE પર સુઝલોન એનર્જીનો શેર લગભગ 1 ટકાના ઘટાડા સાથે 81.08 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, કંપનીની ટાર્ગેટ કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.

2 / 6
રોકાણકારો માટે સારી બાબત એ છે કે બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ભાવમાં વધારો કર્યો છે. મોર્ગન સ્ટેનલીએ સુઝલોન એનર્જીની લક્ષ્ય કિંમત રૂ. 73 થી વધારીને રૂ. 88 પ્રતિ શેર કરી છે. જે ગુરુવારના બંધ કરતાં 8 ટકા વધુ છે.

3 / 6
મની કંટ્રોલના અહેવાલ મુજબ, બ્રોકરેજ હાઉસે તેની નોંધમાં કહ્યું છે કે સુઝલોન એનર્જીના શેરના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે છેલ્લા 6 મહિનામાં કંપનીના પોઝિશનલ રોકાણકારોના પૈસા બમણા થઈ ગયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન નિફ્ટી50 ઇન્ડેક્સમાં 78 ટકાનો વધારો થયો છે.

4 / 6
સુઝલોન એનર્જીના શેરના ભાવ વધવા પાછળનું કારણ સતત મળતા ઓર્ડર છે. વધુમાં, કંપનીની બેલેન્સ શીટ અને રોકડ પ્રવાહમાં સુધારો થયો છે. હાલમાં, સુઝલોન એનર્જીની ઓર્ડર બુક 5 GWની સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે. તમને જણાવી દઈએ કે, બ્રોકરેજ હાઉસનું માનવું છે કે વધતી સ્પર્ધા છતાં સુઝલોન એનર્જીને પવન ઉર્જા ક્ષેત્રમાં સૌથી વધુ ફાયદો થશે.

5 / 6
મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે કંપની પાસે નાણાકીય વર્ષ 2025 થી 2030 સુધી 32 ગીગાવોટના નવા ઓર્ડર હશે. રિપોર્ટ અનુસાર સુઝલોન એનર્જીના પ્રદર્શન પર નજર રાખતા 5માંથી 2 નિષ્ણાતોએ ખરીદવાની સલાહ આપી છે. તમને જણાવી દઈએ કે, મોર્ગન સ્ટેનલીએ સૌથી વધુ ટાર્ગેટ કિંમત નક્કી કરી છે.

6 / 6
Suzlon Energy : સુઝલોન એનર્જીના શેર બની જશે રોકેટ.. મોર્ગન સ્ટેનલીએ આપ્યો નવો ટાર્ગેટ

Next Photo Gallery