રફ હીરા(Diamond ) રશિયાની (Russia )અલરોઝા ખાણોમાંથી આવે છે જેમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધે વિશ્વના તેલના અર્થતંત્ર(Economy ) માટે પડકારો ઉભા કર્યા છે, ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે ફુગાવો ખુબ વધ્યો છે.તો બીજી તરફ વિશ્વના અનેક દેશો દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવાને કારણે વેપારના સમીકરણો પણ બદલાવા લાગ્યા છે. રશિયાથી ભારતમાં મોટા પાયે રફ હીરાની આયાત કરવામાં આવે છે. રશિયા પર સતત વધી રહેલું દબાણ સુરતના હીરા ઉદ્યોગકારો માટે નવી મુશ્કેલી સર્જી શકે છે.
સુરતમાં 90 ટકા હીરા કટ અને પોલિશ કરવામાં આવે છે. જો રફ હીરાની અછત સર્જાશે તો ઉદ્યોગપતિઓને દર મહિને 2000 કરોડથી વધુનું નુકસાન થશે. આ પરિસ્થિતિને સમજીને ઉદ્યોગપતિઓ ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, કેનેડાની ખાણોમાંથી રફ હીરા ખરીદવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. જો કે રશિયાના રફ હીરાની ગુણવત્તા શ્રેષ્ઠ છે, તેથી ત્યાં માંગ વધુ છે.
રશિયા વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદક દેશોમાંનો એક છે. અહીંની અલરોઝા ખાણોમાંથી રફ હીરાની સરત અને દેશમાં આયાત કરવામાં આવે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે આયાતને અસર થવા લાગી છે. તમને જણાવી દઈએ કે ભારત સરેરાશ 8000 કરોડ રૂપિયાના રફ હીરાની આયાત કરે છે, જેમાંથી 30 ટકા હીરા રશિયામાંથી આવે છે. આ સિવાય 17 ટકા રફ ડાયમંડ બોત્સ્વાના, 13 કેનેડા, 6 સાઉથ આફ્રિકા અને 10 ટકા ઓસ્ટ્રેલિયાથી આયાત કરવામાં આવે છે.
હીરા ઉદ્યોગકારો અલરોઝામાંથી રફ હીરાની આયાતને લઈને ડરતા હોય છે. તેથી અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. હીરાના વેપારી ચંદુ શેટાએ જણાવ્યું હતું કે હીરા બજારમાં હવે રફ હીરાની અછત દેખાઈ રહી છે. જો કે હાલ પરિસ્થિતિ બહુ ગંભીર નથી, પરંતુ ચાર-પાંચ દિવસમાં રફ હીરા મળવા મુશ્કેલ બનશે. ઉદ્યોગપતિઓ પણ આ પરિસ્થિતિને સમજી રહ્યા છે, તેથી તેઓ તેમના ઓર્ડર પૂરા કરવા પર વધુ ભાર મૂકી રહ્યા છે. રફ ડાયમંડના ભાવ પણ સતત વધી રહ્યા છે.
દિવાળી બાદ ભાવમાં વધારો થયો છે. માર્કેટમાં રફ ડાયમંડની અછતને કારણે નિકાસને અસર થશે, સુરતમાં હીરાનું કટિંગ અને પોલિશિંગ થાય છે. જો રફ ડાયમંડ નહીં મળે તો તેની સીધી અસર નિકાસ પર પડશે. સુરત સેઝમાંથી સરેરાશ 1200 કરોડના હીરા અને જ્વેલરીની નિકાસ થાય છે. સુરતના ઉદ્યોગકારો મુંબઈથી પણ નિકાસ કરે છે. યુક્રેન અને રશિયામાં યુદ્ધને કારણે 2000 કરોડના હીરાની નિકાસ પ્રભાવિત થઈ શકે છે.
હીરા અગ્રણી નિલેશ બોડકીએ જણાવ્યું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે હીરા ઉદ્યોગકારોની ચિંતા સતત વધી રહી છે. હવે બજારમાં રફ ડાયમંડની અછત છે. જો રફ ડાયમંડની અછત હોય તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વેથી આયાતના વિકલ્પો પણ ખુલ્લા છે.
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે જો રશિયાની અલરોઝા ખાણોમાંથી રફ હીરાનો પુરવઠો ખોરવાશે તો ઉદ્યોગપતિઓ બોત્સ્વાના ખાણો સહિત અન્ય વિકલ્પો પર વિચાર કરશે. જો કે, સ્થિતિ અત્યારે એટલી ગંભીર નથી.
આ પણ વાંચો :
Published On - 8:55 am, Fri, 11 March 22