Surat : 15 હજાર કરોડના સિન્થેટિક ડાયમંડ માટે અલાયદી પોલિસી બનાવવા સરકારને રજુઆત કરાશે

|

May 17, 2022 | 2:13 PM

કોરોના(Corona ) સંક્રમણના દોઢ વર્ષ પછી વિશ્વના જેમ એન્ડ જવેલરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે ભારતથી લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં એપ્રિલ થી ઓક્ટોબર  2021 સુધી 188.70 ટકાનો વધારો નોંધાયો છે.

Surat : 15 હજાર કરોડના સિન્થેટિક ડાયમંડ માટે અલાયદી પોલિસી બનાવવા સરકારને રજુઆત કરાશે
Diamantaires need policy for synthetic diamonds (File Image )

Follow us on

આખા વિશ્વમાં નેચરલ (Natural )ડાયમંડની સાથે સિન્થેટિક કે લેબગ્રોન ડાયમંડની(Diamond ) ડિમાન્ડ વધી રહી છે. ખાસ કરીને ચીન અને અમેરિકા સિન્થેટિક(Synthetic ) ડાયમંડના મોટા માર્કેટ બન્યા છે. ત્યારે પરંપરાગત ભારતીય વ્યવસાયમાં આપનો દેશ પાછળ નહીં રહે તે માટે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સ્ટેક હોલ્ડર્સને દિલ્હી આવવા માટે તેડું આપ્યું છે. તેમને સુરત પોલિશડ ડાયમંડ મેન્યુફેકચર્સ ઉધોગ સાથે સંકળાયેલા 10 મોટા ગ્રોઅર્સ તેમજ એક્સપોર્ટરને આજે મંગળવારે નવી દિલ્હી આવવા આમંત્રણ આપ્યું છે.

જીજેઈપીસી ગુજરાતના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં લેબગ્રોન ડાયમંડ માટે HPHT રફ 100 ટકા ચીનથી ઈમ્પોર્ટ કરવી પડે છે. તો બીજી તરફ આ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો ભારતનો કુલ વેપાર 15,000 કરોડ જેટલો છે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને અગાઉ પણ લેબગ્રોન માટે અલાયદી પોલિસી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.

સરકાર પણ એવું ઈચ્છે છે કે HPHT લેબગ્રોન ડાયમંડની રફ સુરત કે મુંબઈના મેન્યુફેકચર્સ બનાવે. હાલમાં સુરત તેમજ મુંબઇના મેન્યુફેકચર્સ સિન્થેટિક રફનું ઉત્પાદન કરે છે. અને સીવીડી પોલીશડ તથા સીવીડીમાંથી બનેલી જવેલરીનો અન્ય દેશોમાં એક્સપોર્ટ કરે છે. સરકાર લેબગ્રોન કે સિન્ટેટિક ડાયમંડ માટે નવી પોલિસી બનાવે એવી રજૂઆત વેપારીઓ દ્વારાવાણિજ્ય મંત્રીને કરાશે. તેનીસાથે ચીન મેન્યુફેકચર્સ અને એક્સપોર્ટર જે ઇનસેન્ટિવના લાભો પણ વેપારીઓને આપે. તમને જણાવી દઈએ કે સુરતમાં હાલમાં 500 લેબગ્રોન કટ એન્ડ પોલિશડ મેન્યુફેકચરર કાર્યરત છે.જેમાં  10 મોટા ગ્રોઅર્સ અને એક્સપોર્ટર પણ સક્રિય છે. સિન્થેટિક ડાયમંડના ઉત્પાદનમાં પણ સુરત આગળ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કોરોના પછી પણ સુરતથી સતત એક્સપોર્ટ વધ્યું

કોરોના સંક્રમણના દોઢ વર્ષ પછી વિશ્વના જેમ એન્ડ જવેલરી માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના પગલે ભારતથી લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં એપ્રિલ થી ઓક્ટોબર  2021 સુધી 188.70 ટકાનો વધારો નોંધાયો છે. જીજેઈપીસી દ્વારા છેલ્લા 3 વર્ષના એપ્રિલથી ઓક્ટોબર સુધીના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. તે પ્રમાણે આ અરસામાં 2019માં લેબગ્રોન ડાયમંડનો એક્સપોર્ટ 207.58 મિલિયન અમેરિકન ડોલર હતો. જે 2020માં વધીને 288.42 મિલિયન ડોલર થયો હતો અને 2021માં એપ્રિલથી ઓક્ટોબર 2021 સુધીમાં 188 ટકા વધી 734.01 મિલિયન ડોલર નોંધાયો છે.

સુરત લેબગ્રોન ડાયમંડ મેન્યુફેકચર્સ એસોસિએશનના પ્રમુખ બાબુ વાઘાણી એ જણાવ્યું હતું કે, હવે કુદરતી હીરાની જેમ લેબગ્રોન રફના ભાવમાં પણ ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે. સુરતમાં લેબગ્રોન મેન્યુફેકચરિંગના 300 કારખાનાઓ ધમધમી રહ્યાં છે. લેબગ્રોન એટલે કે સિન્થેટિક ડાયમંડ નેચરલ હીરા કરતા સસ્તા હોય છે. ક્વોલિટી પ્રમાણે પણ થોડો ભાવમાં ફર્ક હોય છે. હલકા પ્રકારની જવેલરીમાં સિન્થેટિક ડાયમંડનો વપરાશ વધ્યો છે.

Next Article