
Supriya Lifescience IPO : સુપ્રિયા લાઇફસાયન્સ લિમિટેડના શેરની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. મતલબ હવે તમે જોઈ શકો છો કે તમને સુપ્રિયા લાઈફસાયન્સના શેર મળ્યા છે કે નહીં? એવું માનવામાં આવે છે કે લિસ્ટિંગ 28 ડિસેમ્બર, 2021 ના રોજ થશે. બજારના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ફાળવણીની જાહેરાત પછી કંપનીના શેરમાં ગ્રે માર્કેટમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારો એ સંકેત છે કે જ્યારે પણ આ સ્ટોક લિસ્ટ થશે ત્યારે રોકાણકારોને ઘણો ફાયદો થશે.
કેટલું છે GMP ?
બજારના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રિયા લાઇફસાયન્સના ઇશ્યૂ માટેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે રૂપિયા 112 છે. કંપનીના અનલિસ્ટેડ શેર્સ ગ્રે માર્કેટમાં ઈશ્યુ પ્રાઈસથી 47%ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે.
IPO છેલ્લા દિવસ સુધીમાં71.51 ગણો સબસ્ક્રાઈબ થયો છે. કંપનીના શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂ 265-274 છે. જે લોકો આ શેર મેળવશે તેમના ડીમેટ ખાતામાં શેર 27 ડિસેમ્બર સુધી દેખાશે. જો તમને શેર ન મળે તો 27 ડિસેમ્બર સુધીમાં તમારા ખાતામાં પૈસા પાછા આવી જશે.
જો તમે પણ કંપનીના શેર મેળવવા માટે IPO માટે અરજી કરી હોય, તો તમે BSEની સાઇટ પર જઈને IPOની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો. કંપનીના રજિસ્ટ્રાર લિન્ક ઈન્ટાઇમ છે. તમે રજિસ્ટ્રારની કંપનીની મુલાકાત લઈને શેરની ફાળવણી પણ ચકાસી શકો છો.
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
આ પણ વાંચો : HOME LOANમાં કેટલા અને કેવા કેવા પ્રકારના ચાર્જીસ લાગે છે? જાણો અહી
આ પણ વાંચો : આખરે RBI એવું શું કરે છે જેથી રૂપિયો ગગડતો અટકી જાય છે… અને દેશની અર્થવ્યવસ્થાને મળે છે સહારો
Published On - 7:55 am, Sat, 25 December 21