Azim Premji Family Tree : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે

|

Aug 01, 2023 | 2:10 PM

અઝીમ પ્રેમજી ( Azim Premji )એ એક નાની કંપનીને લાખો કરોડોની કંપનીમાં ફેરવી દીધી. પદ્મ ભૂષણ અઝીમ પ્રેમજીએ અત્યાર સુધી અબજો રૂપિયા દાન કર્યા છે.

Azim Premji Family Tree : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે : દરરોજ કરે છે કરોડો રુપિયાનું દાન, જાણો અઝીમ પ્રેમજીના પરિવાર અને કામ વિશે

Follow us on

Azim Premji Family tree : અઝીમ પ્રેમજી ભારતનું એક એવું વ્યક્તિત્વ છે, જેમને લોકો બિઝનેસમેન તરીકે ઓછા અને પરોપકારી તરીકે વધુ જાણે છે. પ્રેમજી વિપ્રોના સ્થાપક છે, જે ભારતની ટોચની IT કંપનીઓમાંની એક છે. કેવી રીતે એક નાની કંપની લાખો કરોડની મલ્ટી નેશનલ કોર્પોરેશન (MNC)માં ફેરવાઈ તે સમજવા માટે તમારે અઝીમ પ્રેમજી ( Azim Premji )ના જીવનની સફર જાણવી પડશે. પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત પ્રેમજીના જીવનની સફરમાં સાદગી, ઈમાનદારી, હિંમત અને પરિશ્રમની ઘણી સ્ટોરીઓ જોડાયેલી છે.

અઝીમ પ્રેમજીનો જન્મ એક બિઝનેસમેનને ત્યાં થયો

પ્રેમજીને જાણતા પહેલા તેમના પરિવારનો ઇતિહાસ સમજવો જરૂરી છે. અઝીમનો જન્મ એક બિઝનેસમેનના ઘરે થયો હતો. તેમના પિતા મોહમ્મદ હાશિમ પ્રેમજી ચોખાના જાણીતા વેપારી હતા. બર્મા (હાલ મ્યાનમાર) માં તેમનો ચોખાનો મોટો બિઝનેસ હતો, જેના કારણે તેમને બર્માનો રાઇસ કિંગ કહેવામાં આવતા હતા.વર્ષ 2011માં અઝીમ પ્રેમજીને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત આવ્યા હતા.

 

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

 આવનારા સમયમાં આ ક્ષેત્રમાં ઘણું કામ થશે

અઝીમ પ્રેમજીના પિતાએ 1945માં વનસ્પતિ ઘી બનાવવાનું શરૂ કર્યું અને(Western Indian Vegetable Products Limited)નામની કંપની બનાવી.આ કંપની વનસ્પતિ તેલ અને કપડાં ધોવાના સાબુનું ઉત્પાદન કરતી હતી.અઝીમનો જન્મ 24 જુલાઈ 1945ના રોજ થયો હતો અને કંપનીની સ્થાપના 29 ડિસેમ્બર 1945ના રોજ થઈ હતી.1977 સુધીમાં બિઝનેસ ઘણો ફેલાઈ ગયો હતો અને અઝીમ પ્રેમજીએ કંપનીનું નામ બદલીને વિપ્રો કરી દીધું હતું. વર્ષ 1980 પછી, એક મોટી આઈટી કંપની IBM બિઝનેસ ભેગી કરીને ભારતમાંથી બહાર આવી, ત્યારે અઝીમ પ્રેમજીએ તેમની દૂરંદેશીથી ઓળખી કાઢ્યું કે આવનારા સમયમાં આ ક્ષેત્રમાં ઘણું કામ થશે.

પરિવારમાં કોણ કોણ છે

અઝીમ પ્રેમજીની પત્ની યાસમીન પ્રેમજી છે. અઝીમ અને યાસમીનને 2 બાળકો છે. જેમાં મોટા પુત્રનું નામ રિશાદ પ્રેમજી અને નાના પુત્રનું નામ તારિક પ્રેમજી છે.

કાર પાર્કિંગની રસપ્રદ સ્ટોરી

જ્યાં અઝીમ પ્રેમજી તેમની ઓફિસના પરિસરમાં કાર પાર્ક કરતા હતા, ત્યાં એક દિવસ એક કર્મચારીએ કાર પાર્ક કરી હતી. જ્યારે કંપનીના અધિકારીઓને આ અંગેની જાણ થઈ ત્યારે તે જગ્યાને માત્ર પ્રેમજીની કાર પાર્ક કરવાની જગ્યા તરીકે જાહેર કરવામાં આવી હતી. જ્યારે અઝીમ પ્રેમજીને આ વાતની જાણ થઈ તો તેમણે આ નિયમનો વિરોધ કર્યો. તેણે કહ્યું, “કોઈપણ વ્યક્તિ ત્યાં પોતાની કાર પાર્ક કરી શકે છે. જો મારે ત્યાં મારી કાર પાર્ક કરવી હોય તો મારે અન્ય લોકો પહેલા ઓફિસમાં આવવું જોઈએ.

રિશાદ પ્રેમજી

રિશાદ પ્રેમજી વિપ્રો લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન છે, જે 6 મહાદ્રીપમાં 250,000 કર્મચારીઓ ધરાવે છે. રિશાદ 2007માં વિપ્રોમાં જોડાયો હતો અને 2019માં એક્ઝિક્યુટિવ ચેરમેન બનતા પહેલા વિવિધ હોદ્દા પર કામ કર્યું હતુ.

રિશાદે વિપ્રોના બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસમાં જનરલ મેનેજર તરીકે શરૂઆત કરી હતી. બાદમાં તેમણે વિપ્રોની વ્યૂહરચના અને M&A કાર્યોનું નેતૃત્વ કર્યું. રિશાદની પત્નીનું નામ અદિતિ પ્રેમજી છે. આ દંપતીને એક પુત્ર રોહન પ્રેમજી અને એક પુત્રી રિયા પ્રેમજી છે.

તારિક પ્રેમજી

તારિક પ્રેમજી હાલમાં અઝીમ પ્રેમજી એન્ડોવમેન્ટ ફંડના વાઇસ પ્રેસિડેન્ટ છે, સ્થાપક ટીમના સભ્ય તરીકે, તારિક પ્રેમજીએ ફંડની રોકાણ પ્રક્રિયાની સ્થાપના અને સંસ્થાકીયકરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

 

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:06 am, Fri, 7 July 23

Next Article