જાણો શેરબજારના 5 સૌથી મોંઘા શેર વિશે! તેની કિંમત છે એટલી કે ખરીદવા માટે તમારું ખિસ્સું ખાલી કરવું પડશે

|

Apr 13, 2022 | 8:30 AM

મોટા રોકાણકારો (HNIs) અને ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે લક્ઝરી શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ કંપનીઓ મૂળભૂત રીતે ખૂબ જ મજબૂત છે. તેમનું વળતર ઉત્તમ છે

જાણો શેરબજારના 5 સૌથી મોંઘા શેર વિશે! તેની કિંમત છે એટલી કે ખરીદવા માટે તમારું ખિસ્સું ખાલી કરવું પડશે
આ શેરે તેના રોકાણકારોને કર્યા માલામાલ

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં ઉંચુ જોખમ ધરાવતા પેની સ્ટોક્સ મલ્ટીબેગર વળતર આપે છે પરંતુ કેટલાક એવા શેરો છે જે લાંબા ગાળામાં ઉત્તમ વળતર આપે છે પરંતુ તેમના શેરની કિંમત એટલી ઊંચી હોય છે કે સામાન્ય રોકાણકારો તેમને ખરીદી શકતા નથી. ભલે તમે તેને ખૂબ ઓછી સંખ્યામાં ખરીદો પણ તે પહોંચ બહાર દેખાય છે . આવા શેરોને લક્ઝરી શેર કહેવામાં આવે છે. મોટા રોકાણકારો (HNIs) અને ઉદ્યોગપતિઓ સામાન્ય રીતે લક્ઝરી શેરોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આ કંપનીઓ મૂળભૂત રીતે ખૂબ જ મજબૂત છે. તેમનું વળતર ઉત્તમ છે અને તેમના પર ડિવિડન્ડની ઉપજ પણ ઘણી ઊંચી છે. તેથી આ શેરોમાં લાંબા ગાળાનું રોકાણ કરવામાં આવે છે.

MRF  લિમિટેડ

ટાયર અને રબર ઉત્પાદનો બનાવતી કંપની મદ્રાસ રબર ફેક્ટરી લિમિટેડ જે MRF લિમિટેડ તરીકે જાણીતી છે, તે મોંઘા શેરોની યાદીમાં પ્રથમ ક્રમે પહોંચી ગઈ છે. મંગળવાર 12 એપ્રિલે આ શેરનો બંધ ભાવ રૂ. 67,800 હતો. આ કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 87,550 રૂપિયા છે. 18 સપ્ટેમ્બર, 1996ના રોજ લિસ્ટ થયેલી કંપનીએ અત્યાર સુધીમાં 4,000 ટકા વળતર આપ્યું છે. ભારતની આ મલ્ટીનેશનલ કંપની દેશની સૌથી મોટી અને વિશ્વની છઠ્ઠી સૌથી મોટી ટાયર કંપની છે. તેનું મુખ્ય મથક ચેન્નાઈમાં છે.

પેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

બેંગ્લોર સ્થિત આ કંપની ઇનરવેર, લોન્જવેર અને મોજાંનો રિટેલ બિઝનેસ કરે છે. ભારત ઉપરાંત કંપની શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન અને કતારમાં જોકી બ્રાન્ડના ઉત્પાદનોનું વેચાણ કરે છે. તેની પાસે જોકી ઈન્ટરનેશનલનું બિઝનેસ લાઇસન્સ છે. ટેક્સટાઇલ સેક્ટરમાં આ કંપનીના શેરની કિંમત મંગળવારે NSE પર રૂ. 44,650 હતી. આ શેરે અત્યાર સુધીમાં રોકાણકારોને 16,000 ટકાથી વધુ વળતર આપ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા લિમિટેડ

હનીવેલ ઓટોમેશન ઈન્ડિયા લિમિટેડ (HAIL) ના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને પર લિસ્ટેડ છે. પૂણે સ્થિત આ કંપની કેપિટલ ગુડ્સ સેક્ટરની કંપની છે. તે સંકલિત ઓટોમેશન અને સોફ્ટવેર સેવાઓ પૂરી પાડે છે. તેના પોર્ટફોલિયોમાં પ્રોસેસ સોલ્યુશન્સ અને બિલ્ડિંગ સોલ્યુશન્સનો પણ સમાવેશ થાય છે. મંગળવારે NSE પર તેના શેરની કિંમત રૂ. 39,750 હતી. તે 18 જુલાઈ, 2003ના રોજ NSE પર લિસ્ટેડ થયું હતું. ત્યારથી, શેરે 42,000 ટકાથી વધુ વળતર આપ્યું છે.

શ્રી સિમેન્ટ લિમિટેડ

બેનુ ગોપાલ બાંગર અને હરિ મોહન બાંગરની શ્રી સિમેન્ટનું મુખ્ય મથક કોલકાતા છે. તે ઉત્તર ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની છે. મંગળવારે NSE પર શ્રી સિમેન્ટના શેરની કિંમત રૂ. 25,079 હતી. તે BSE અને NSE બંને પર લિસ્ટેડ છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 31,538.35 રૂપિયા છે. આ સ્ટોક 12 માર્ચ, 2021ના રોજ આ ભાવે પહોંચ્યો હતો. શ્રી સિમેન્ટે અત્યાર સુધીમાં 82,852 ટકા વળતર આપ્યું છે. કંપની શ્રી પાવર અને શ્રી મેગા પાવર નામો હેઠળ વીજળીનું ઉત્પાદન અને વેચાણ પણ કરે છે.

3M ઇન્ડિયા લિમિટેડ

3M ઇન્ડિયા લિમિટેડની મૂળ કંપની યુએસએની 3M છે. તે ઘણા વ્યવસાયોમાં હાજર છે. તે સુરક્ષા અને ઔદ્યોગિક, પરિવહન અને ઈલેક્ટ્રોનિક્સ, આરોગ્યસંભાળ અને ગ્રાહક બજારો માટે ઘણા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. મંગળવારે, NSE પર તેના શેરની બંધ કિંમત 21,201 રૂપિયા હતી. તે BSE અને NSE બંને પર લિસ્ટેડ છે. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 27,825.80 રૂપિયા છે. 13 ઓગસ્ટ, 2004ના રોજ લિસ્ટ થયેલી કંપનીએ અત્યાર સુધીમાં રોકાણકારોને 8,751.33 ટકા વળતર આપ્યું છે.

આ પણ વાંચો :  ગૌતમ અદાણી બન્યા વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ, 2022માં અત્યાર સુધીની કમાણીમાં ટોચ પર

આ પણ વાંચો :  ફ્લાઈટમાં સ્મૃતિ ઈરાનીને મુસાફરે પૂછ્યું રાંધણગેસ આટલો મોંઘો કેમ? જાણો શું મળ્યો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

Next Article