UPCOMING IPO : આવી રહી છે રોકાણ માટેની અઢળક તક, 28 કંપનીઓને IPO માટે મંજૂરી મળી

|

Aug 08, 2022 | 6:38 AM

ટાટા ટેકનો IPO આ નાણાકીય વર્ષના અંત સુધીમાં બજારમાં આવી શકે છે. લિસ્ટિંગ સાથે ટાટા ટેક 2004 પછી IPO લાવનારી પ્રથમ ટાટા ગ્રૂપ કંપની હશે.

UPCOMING IPO : આવી રહી છે રોકાણ માટેની અઢળક તક, 28 કંપનીઓને IPO માટે મંજૂરી મળી
UPCOMING IPO

Follow us on

સેબી(SEBI)એ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લાવવા માટે 28 કંપનીઓને મંજૂરી આપી છે. આ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની આ કંપ્નીનોની યોજના છે.  IPO માટે નિયમનકારી મંજૂરી મેળવનાર કંપનીઓમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબિન્ડિયા, FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપની પેટાકંપની- ભારત FIH, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઈનાન્સ અને McLeods ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ IPO દ્વારા રૂ. 33,254 કરોડ એકત્ર કર્યા છે. આનો મોટો હિસ્સો LICના IPOનો રૂ. 20,557 કરોડ હતો.

કંપનીઓ યોગ્ય સમયના ઇંતેજારમાં

મર્ચન્ટ બેન્કર્સે જણાવ્યું હતું કે આ કંપનીઓએ હજુ સુધી તેમના IPO લોન્ચ કરવાની તારીખ જાહેર કરી નથી અને ઓફર કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે. તેમણે કહ્યું કે વર્તમાન બજારની સ્થિતિ પડકારજનક છે. આનંદ રાઠી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના ડિરેક્ટર અને ઇક્વિટી કેપિટલ માર્કેટ્સના વડા પ્રશાંત રાવે જણાવ્યું હતું કે વર્તમાન વાતાવરણ પડકારજનક છે અને જે કંપનીઓ પાસે મંજૂરી છે તેઓ IPO લોન્ચ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહી છે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ડેટા અનુસાર એપ્રિલ-જુલાઈ 2022-23 દરમિયાન કુલ 28 કંપનીઓને IPO દ્વારા મૂડી એકત્ર કરવા માટે નિયમનકારી મંજૂરી મળી હતી. આ કંપનીઓ મળીને રૂ. 45,000 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે.

બોલિવુડની અભિનેત્રી કૃતિ સેનન સાથે કથિત બોયફ્રેન્ડ કોણ? પૂલમાં થયા રોમેન્ટિક, પ્રાઈવેટ ફોટો થયા લિક
ઇન્ટરનેટ વગર પણ કરી શકો છો UPI પેમેન્ટ, જાણો સરળ ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 16-01-2025
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ IPO દ્વારા રૂ. 33,254 કરોડ એકત્ર કર્યા છે. આનો મોટો હિસ્સો LICના IPOનો રૂ. 20,557 કરોડ હતો.

ટાટા ગ્રુપની કંપની પણ IPO લાવશે

ટાટા ટેક્નોલોજી જે  ટાટા મોટર્સની સબસિડિયરી છે તેના IPO માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને જો બધું બરાબર રહ્યું તો ટાટા ટેકનો IPO આ નાણાકીય વર્ષના અંત સુધીમાં બજારમાં આવી શકે છે. લિસ્ટિંગ સાથે ટાટા ટેક 2004 પછી IPO લાવનારી પ્રથમ ટાટા ગ્રૂપ કંપની હશે.

ફાર્માસ્યુટિકલ કંપની ઇનોવા કેપટૅબ લિમિટેડે ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા રૂ. 900 કરોડ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે પ્રારંભિક દસ્તાવેજો સબમિટ કર્યા છે. દસ્તાવેજો અનુસાર સૂચિત IPOમાં રૂ. 400 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે. કંપનીના પ્રમોટરો અને અન્ય શેરધારકો દ્વારા 96 લાખ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS) લાવવામાં આવશે.

Published On - 6:38 am, Mon, 8 August 22

Next Article