Upcoming IPO : શેરબજારમાં 9 કંપનીઓ 17 હજાર કરોડના IPO લાવશે, 17000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવવાની યોજના

|

Feb 28, 2023 | 6:35 AM

Upcoming IPO : આગામી 4 થી 6 મહિના દરમિયાન જે કંપનીઓ બજારમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે તેમાં Avalon Technologies, Capillary Technologies, Cogent Systems, Divgi TorqTransfer Systems, Mankind Pharma, Nexus Malls RIET, Signature Global , TVS Logistics and Utkarsh Small Finance Bank નો સમાવેશ થાય છે.

Upcoming IPO : શેરબજારમાં 9 કંપનીઓ 17 હજાર કરોડના IPO લાવશે, 17000 કરોડ રૂપિયાનું રોકાણ મેળવવાની યોજના
There has been no significant movement in the IPO market since 02 months

Follow us on

Upcoming IPO : છેલ્લા 02 મહિનાથી IPO માર્કેટમાં કોઈ નોંધપાત્ર હલચલ નથી. શેરબજારમાં બદલાયેલા વલણને કારણે ઘણી કંપનીઓએ ભંડોળ એકત્ર કરવાની તૈયારીઓ પણ મોકૂફ રાખી છે. જોકે આઈપીઓ માર્કેટનો આ દુષ્કાળ ટૂંક સમયમાં ખતમ થવા જઈ રહ્યો છે. આગામી એકથી દોઢ મહિના દરમિયાન લગભગ 9 કંપનીઓ તેમના IPO બજારમાં લાવવા જઈ રહી છે અને આ કંપનીઓ IPO દ્વારા 17 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે.

વાસ્તવમાં કેટલીક કંપનીઓ લગભગ બે મહિના પહેલા ડિસેમ્બરમાં IPO લાવી હતી. જોકે, શેરબજારના નબળા પ્રદર્શન વચ્ચે આ IPO રોકાણકારોને આકર્ષી શક્યા નથી. આ જ કારણ છે કે IPO લાવવા માટે કતારમાં ઉભી રહેલી કંપનીઓ સતર્ક થઈ ગઈ છે. જ્યારે બજારમાં મંદી હોય  ત્યારે IPO માર્કેટમાં ગતિવિધિઓ ઓછી થાય છે.

આ કંપનીઓ IPO લાવી રહી છે

આગામી 4 થી 6 મહિના દરમિયાન જે કંપનીઓ બજારમાં IPO લાવવાની તૈયારી કરી રહી છે તેમાં Avalon Technologies, Capillary Technologies, Cogent Systems, Divgi TorqTransfer Systems, Mankind Pharma, Nexus Malls RIET, Signature Global , TVS Logistics and Utkarsh Small Finance Bank નો સમાવેશ થાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

IPOનું કદ આ પ્રકારનું રહશે

આમાંથી સૌથી મોટો આઈપીઓ મેનકાઇન્ડ ફાર્માનો હોઈ શકે છે જેનું કદ આશરે રૂ. 5,000 કરોડ રહેવાની ધારણા છે. એ જ રીતે નેક્સસ મોલ્સ REIT અને TVS લોજિસ્ટિક્સ રૂ. 4-4 હજાર કરોડના IPO લાવી શકે છે. આ સિવાય સિગ્નેચર ગ્લોબલ રૂ. 01 હજાર કરોડ, એવલોન ટેક્નોલોજીસ અને કેપિલરી ટેક્નોલોજી રૂ. 850-850 કરોડ, દિવજી ટોર્ક ટ્રાન્સફર સિસ્ટમ્સ અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક રૂ. 500-500 કરોડ અને કોજેન્ટ સિસ્ટમ્સ રૂ. 350 કરોડનો IPO લાવી શકે છે.

વર્ષ 2023ની સ્થિતિ

આ પહેલા જાન્યુઆરી મહિનામાં એક પણ આઈપીઓ માર્કેટમાં આવ્યો ન હતો. ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવા જઈ રહ્યો છે અને આ મહિનામાં પણ બજારમાં કોઈ આઈપીઓ જોવા મળ્યો નથી. આ દરમિયાન અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો એફપીઓ માર્કેટમાં આવ્યો હતો, પરંતુ હિંડનબર્ગ રિપોર્ટને કારણે ચાલી રહેલા વિવાદ વચ્ચે કંપનીએ તેને પાછો ખેંચી લીધો હતો.બજારની વાત કરીએ તો 01 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નિફ્ટી50 ઈન્ડેક્સ 04 ટકાથી વધુ ઘટ્યો છે.

Next Article