Tracxn IPO Allotment Status : 20 ઓક્ટોબરે લિસ્ટ થશે IPO, તમને શેર મળ્યા કે નહિ? આ રીતે જાણો

|

Oct 18, 2022 | 7:30 AM

Tracxn Technologies IPOની ફાળવણીની તારીખ આજે છે. જેમને આ IPO ફાળવવામાં આવ્યો હશે તેમને 19 ઓક્ટોબરે શેર જમા કરવામાં આવશે. આ IPO માટેની રજિસ્ટ્રાર લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે તેથી ફાળવણીની અરજી અહીં રજિસ્ટ્રારની વેબસાઇટ અથવા BSEની વેબસાઇટ પર ચકાસી શકાય છે.

Tracxn IPO Allotment Status : 20 ઓક્ટોબરે લિસ્ટ થશે IPO, તમને શેર મળ્યા કે નહિ? આ રીતે જાણો
Tracxn Technologies IPO Allotment Status

Follow us on

Tracxn Technologies IPO Allotment Status: જો તમે શેરબજાર(Share Market)માં ઇનિશિયલપબ્લિક ઑફરિંગ (Initial Public Offering – IPO )માં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના સાબિત થશે. તમને જણાવી દઈએ કે Tracxn Technologies ની ત્રણ દિવસીય પ્રારંભિક જાહેર ઓફરને જબરજસ્ત પ્રતિસાદ મળ્યા બાદ હવે શેરની ફાળવણી કરવામાં આવી રહી છે. રોકાણકારો દ્વારા શેર ફાળવણીની રાહ જોવાઈ રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર રૂપિયા 309 કરોડના આઈપીઓમાં 2.12 કરોડ શેર સામે 4.27 કરોડ શેરની બિડ મળી હતી. હવે રોકાણકારો શેર ફાળવણી માટે ઘણી રાહ જોઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં તેની કિંમત નોંધપાત્ર રીતે ઘટી રહી છે.

આજે ફાળવણી થશે

Tracxn Technologies IPOની ફાળવણીની તારીખ આજે છે. જેમને આ IPO ફાળવવામાં આવ્યો હશે તેમને 19 ઓક્ટોબરે શેર જમા કરવામાં આવશે. આ IPO માટેની રજિસ્ટ્રાર લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે તેથી ફાળવણીની અરજી અહીં રજિસ્ટ્રારની વેબસાઇટ અથવા BSEની વેબસાઇટ પર ચકાસી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 28-11-2024
કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું

GMP માં ઘટાડો

બીજી તરફ જો બજારના નિષ્ણાતોનું માનીએ તો Tracxn Technologiesના શેર પ્રીમિયમ (GMP) પર ઘટ્યા છે. હવે ગ્રે માર્કેટમાં રૂ.3ના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. કંપનીના શેર આ અઠવાડિયે ગુરુવાર ઑક્ટોબર 20, 2022 ના રોજ સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે.

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

તમે રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા પણ ચકાસી શકો છો. ચાલો તમને જણાવી દઈએ કે linkintime એ આઇપીઓના રજિસ્ટ્રાર છે. તમારે રજિસ્ટ્રારની વેબસાઇટ https://linkintime.co.in/MIPO/Ipoallotment.htmlની મુલાકાત લેવી પડશે. હવે ડ્રોપ ડાઉન મેનૂમાં કંપનીનું નામ લખો. હવે પાન નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી / ક્લાયંટ આઈડી દાખલ કરો. કેપ્ચા દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો. જો તમને શેર ફાળવવામાં આવ્યા છે તો પછી તમે સામે સ્ક્રીન પર નજરે પડશે.

Next Article