દિગ્ગ્જ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)ના રોકાણ મોટાભાગે લાભદાયક માનવામાં આવતા હોય છે અને તેના કારણેજ બજારમાં ઝુનઝુનવાલાના દરેક પગલાંને સેંકડો રોકાણકારો વિચાર વગર અનુસરી નાખતા હોય છે. રાકેશ ઝુનઝુનવાલાનો ટાઇટન (Titan) મનપસંદ સ્ટોક માનવામાં આવે છે જે રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો ભાગ છે. રાકેશ ઝુનઝુનવાલાએ 3 મહિનામાં ટાઇટનના શેરમાં જોરદાર ફાયદો કર્યો છે.
છેલ્લા 3 મહિનામાં સ્ટોક રૂપિયા 2161.85 થી વધીને 2,517.55 રૂપિયા સુધી પહોંચ્યો છે જેના કારણે રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં રૂપિયા 1540 કરોડનો વધારો થયો છે.
જો તમે ટાઇટનમાં રાકેશ ઝુનઝુનવાલાના હોલ્ડિંગ પર નજર નાખો તો સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરમાં કંપનીના રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાની સંયુક્ત શેરહોલ્ડિંગ 4.87 ટકા અથવા 4,33,00,970 ઇક્વિટી શેર હતી.
જો તમે ટાઇટન કંપનીના શેરના ભાવ ઇતિહાસ પર નજર નાખો તો 30 સપ્ટેમ્બર 2021ના રોજ આ સ્ટોક રૂ. 2161ના સ્તરે બંધ થયો હતો. 31 ડિસેમ્બર 2021 ના રોજ NSE પર રૂપિયા 2161.85 પ્રતિ શેર 2517.55 રૂપિયા રહ્યો હતો. આ રીતે છેલ્લા 3 મહિનામાં ટાઇટનના શેરમાં પ્રતિ શેર 355.70 રૂપિયાનો વધારો થયો છે.
બજારના નિષ્ણાતો કહે છે કે ટાઈટનની તેજી ચાલુ રહેવાની શક્યતા છે. આ સ્ટોક વર્તમાન સ્તરે પણ ખરીદી શકાય છે. ચોઈસ બ્રોકિંગના સુમિત બગડિયા કહે છે કે ટાઈટન કંપનીના શેર વર્તમાન સ્તરે ખરીદી શકાય છે. આગામી 15 થી 25 દિવસમાં આ સ્ટોક રૂપિયા 2700ની સપાટી બતાવી શકે છે.
સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓની માર્કેટ કેપ (Market Cap) ગયા સપ્તાહે રૂ. 1,11,012.63 કરોડ વધી છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને HDFC બેન્કનો નોંધાયો હતો. સપ્તાહ દરમિયાન માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન ઘટ્યું હતું.
નોંધ : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.
આ પણ વાંચો : Multibagger Stock: આ શેરે રોકાણકારોના રૂપિયા 1 લાખને 2.68 કરોડ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલું મળ્યું રિટર્ન
Published On - 7:47 am, Mon, 3 January 22