આ કંપનીએ સ્ટોક સ્પ્લિટ સાથે ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો છેલ્લાં 1 વર્ષમાં રોકાણકારોને કેટલું મળ્યું છે રિટર્ન?

જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન BCL ઈન્ડસ્ટ્રીઝનું ચોખ્ખું વેચાણ રૂ. 456.95 કરોડ હતું. વાર્ષિક ધોરણે તેમાં 9.90 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 507.10 કરોડ હતું. તમને જણાવી દઈએ કે, માર્ચ ક્વાર્ટરમાં BCL ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો રૂ. 24.31 કરોડ હતો.

આ કંપનીએ સ્ટોક સ્પ્લિટ સાથે ડિવિડન્ડની જાહેરાત કરી, જાણો છેલ્લાં 1 વર્ષમાં રોકાણકારોને કેટલું મળ્યું છે રિટર્ન?
| Edited By: | Updated on: May 30, 2023 | 7:01 AM

BCL Industries Ltd એક સ્મોલ કંપની છે. કંપનીએ સોમવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. ત્રિમાસિક પરિણામોની સાથે કંપનીએ ડિવિડન્ડ(dividend) અને સ્ટોક સ્પ્લિટની પણ જાહેરાત કરી છે. BCL ઈન્ડસ્ટ્રીઝનો એક શેર 10 ભાગોમાં વહેંચવામાં આવશે. તમને જણાવી દઈએ કે સોમવારે કંપનીના શેરની કિંમત 3.50 ટકાના ઘટાડા બાદ 446.10 રૂપિયા હતી. કંપનીના શેરે રોકાણકારોને ક મહિયાનમાં

સ્ટોક સ્પ્લિટ કરવામાં આવશે

કંપનીએ શેરબજારોને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા એક શેરને 10 ભાગોમાં વહેંચવામાં આવશે. આ શેરના વિભાજન પછી કંપનીના શેરની ફેસ વેલ્યુ ઘટીને માત્ર રૂપિયા 1 પર આવી જશે.

સ્ટૉક-સ્પ્લિટને સરળ ભાષામાં સમજો તો જ્યારે કોઈ કંપની તેના કોઈપણ શેરની કિંમતને કેટલાક ભાગમાં વહેંચે છે ત્યારે તેને સ્ટોક-સ્પ્લિટ કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કંપની દ્વારા શેરની ફેસ-વેલ્યુ વિભાજિત કરવામાં આવે છે જેના આધારે શેરની બજાર કિંમત વિભાજિત કરવામાં આવે છે.

સામાન્ય રીતે જ્યારે કોઈ કંપની તેના વર્તમાન શેરધારકોને વધુ શેર ઇસ્યુ  કરે છે ત્યારે સ્ટોક-સ્પ્લિટ કરવામાં આવે છે. જો માર્કેટમાં કંપનીના શેરની માંગ વધારે હોય તો શેર-વિભાજન પછી શેરની કિંમત ઝડપથી વધી શકે છે.

ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી

BCL ઈન્ડસ્ટ્રીઝે સોમવારે ત્રિમાસિક પરિણામો સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના એક શેર પર 50 ટકા ડિવિડન્ડ ચૂકવશે.  રોકાણકારોને દરેક શેર પર 5 રૂપિયાનો નફો મળશે. કંપનીએ ડિવિડન્ડ અથવા સ્ટોક સ્પ્લિટ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી નથી.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન કેવું રહ્યું?

જાન્યુઆરીથી માર્ચ 2023 દરમિયાન BCL ઈન્ડસ્ટ્રીઝનું ચોખ્ખું વેચાણ રૂ. 456.95 કરોડ હતું. વાર્ષિક ધોરણે તેમાં 9.90 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીનું ચોખ્ખું વેચાણ રૂ. 507.10 કરોડ હતું. તમને જણાવી દઈએ કે, માર્ચ ક્વાર્ટરમાં BCL ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો રૂ. 24.31 કરોડ હતો.

આ પણ વાંચો : Krishca Strapping Solutions IPO: આ ઈસ્યુએ લિસ્ટિંગ સાથે રોકાણકારોના નાણાં ડબલ કર્યા, ₹54ની ઈશ્યુ પ્રાઇસ સામે ₹113 પર લિસ્ટ થયો

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો