Swiggy IPO : Zomato બાદ વધુ એક ફૂડ ડિલિવરી કંપની IPO લાવશે, જાણો કંપનીની વિશે વિગતવાર

|

Feb 23, 2022 | 7:30 AM

જો તમે IPO માર્કેટમાંથી પૈસા કમાવવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC IPO) થી BYJU’S સુધી 8 IPO લોન્ચ થશે.

Swiggy IPO : Zomato બાદ વધુ એક ફૂડ ડિલિવરી કંપની IPO લાવશે, જાણો કંપનીની વિશે  વિગતવાર
Swiggy IPO

Follow us on

Swiggy IPO : ઝોમેટો(Zomato) પછી બીજી ફૂડ ડિલિવરી કંપની સ્વિગી(Swiggy) પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે. સ્વિગી(Swiggy IPO) 800 મિલિયન ડોલર એટલે કે રૂ. 6,000 કરોડના IPOની તૈયારી કરી રહી છે.

વેલ્યુએશન બમણું કર્યું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્વિગીએ ફંડિંગના લેટેસ્ટ રાઉન્ડમાં તેનું વેલ્યુએશન બમણું કરીને 10.7 અબજ ડોલર કર્યું છે. સ્વિગી પોતાને માત્ર ફૂડ ડિલિવરી તરીકે જ નહીં પરંતુ લોજિસ્ટિક્સ કંપની તરીકે પણ રજૂ કરવા માંગે છે. કંપનીએ IPO લોન્ચ કરતા પહેલા સ્વતંત્ર ડિરેક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે Swiggy એ સોફ્ટબેંક ગ્રુપ્સ દ્વારા સપોર્ટેડ કંપની છે.

ડિસેમ્બરમાં 250 મિલિયન ડોલરનું વેચાણ

વર્ષ 2021 માં સ્વિગીની હરીફ ઝોમેટો સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ અને તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે, લિસ્ટિંગ બાદ ઝોમેટોએ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. Zomatoનો IPO શેર દીઠ રૂ. 76ના ભાવે આવ્યો હતો જે વધીને રૂ. 169 થયો હતો અને હવે ઘટાડા બાદ રૂ. 80ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના ઓર્ડર વેલ્યુમાં વૃદ્ધિ નિરાશાજનક થઈ છે. સ્વિગી અને ઝોમેટોના વેચાણની સરખામણી કરીએ તો સ્વિગીએ ડિસેમ્બરમાં 250 મિલિયન ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું જ્યારે ઝોમેટોએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 733 મિલિયન ડોલરનું વેચાણ દર્શાવ્યું હતું.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

ભારતમાં કોરોના મહામારી દરમિયાન ફૂડ ડિલિવરી બિઝનેસ અને ગ્રોસરી ડિલિવરી બિઝનેસમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. સ્વિગીએ quick commerce delivery સેગમેન્ટમાં પણ પગ મૂક્યો છે જેમાં તેને ટાટા ગ્રૂપની બિગ બાસ્કેટ ,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સમર્થિત Dunzo દ્વારા પડકારવામાં આવી રહ્યો છે.

માર્ચમાં 8 કંપનીઓ IPO લાવી શકે છે

જો તમે IPO માર્કેટમાંથી પૈસા કમાવવાની યોજના બનાવી રહ્યા છો તો તમારા માટે આ સારા સમાચાર છે. આવતા મહિને લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC IPO) થી BYJU’S સુધી 8 IPO લોન્ચ થશે. 2021નું વર્ષ કંપનીઓ માટે બજારમાંથી નાણાં એકત્ર કરવાની બાબતમાં શાનદાર રહ્યું છે.

વર્ષ 2021માં 65 કંપનીઓએ IPO દ્વારા 1 લાખ 35 હજાર કરોડ રૂપિયા એકત્રિત કર્યા જે કોઈપણ એક વર્ષમાં સૌથી વધુ ભંડોળ એકત્ર કરવાનો રેકોર્ડ છે. ટ્રેન્ડ જોતાં આઈપીઓ માર્કેટમાં તેજી જોવા મળે એવી શક્યતા છે કે જે કંપનીઓ બજારમાં પ્રવેશવા માંગે છે.

 

આ પણ વાંચો : શા માટે માર્કેટમાંથી અચાનક ગાયબ થઈ રહી છે 2 હજારની નોટ, જાણો શું છે સમગ્ર મામલો

 

આ પણ વાંચો : LIC IPO : મેગા IPOમાં આ યોજનાના લાભાર્થીઓને મળશે વિશેષ લાભ, જાણો સંપૂર્ણ વિગત

 

Next Article