Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા

|

Dec 16, 2021 | 9:11 AM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક 83% વધી શકે છે. આ શેર 3,100 રૂપિયા સુધી જઈ શકે છે. આના સંકેતો એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રિલાયન્સના રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા છે.

Reliance નો શેર 3100 રૂપિયા સુધી પહોંચે તેવા અનુમાન, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા
Mukesh Ambani - Chairman , RIL

Follow us on

શેરબજારમાં હાલ નરમાશ છવાઈ છે. આ વચ્ચે પણ કેટલાક સ્ટોક્સ એવા છે જે રોકાણકારોને સારો લાભ અપાવી શકે છે. યાદીમાં સૌથી ઉપર દેશની  સૌથી મોટી કંપનીનું નામ આવે છે. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)નો સ્ટોક 83% વધી શકે છે. આ શેર 3,100 રૂપિયા સુધી જઈ શકે છે. આના સંકેતો એટલા માટે જોવા મળી રહ્યા છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસે નવેમ્બરમાં રિલાયન્સના રૂ. 73,869 કરોડના શેર ખરીદ્યા છે.

ગોલ્ડમેનનું અનુમાન
ગોલ્ડમેને અનુમાન લગાવ્યું છે કે અહીંથી એક વર્ષમાં રિલાયન્સનો સ્ટોક 83% વધી શકે છે. જોકે, નજીકના ગાળામાં તે 35% સુધી જઈ શકે છે. રિલાયન્સનો શેર ઓક્ટોબરમાં રૂ. 2,750ની એક વર્ષની ઊંચી સપાટીએ ગયો હતો. ત્યારપછી તે તૂટીને હવે રૂ. 2,372 થઈ ગયો છે. તાજેતરના સમયમાં તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

બિરલાએ સૌથી વધુ શેર ખરીદ્યો
આંકડા દર્શાવે છે કે બિરલા મ્યુચ્યુઅલ ફંડે રિલાયન્સના રૂ. 4,762 કરોડના શેર ખરીદ્યા છે. મિરાઈ એસેટે રૂ. 3,845 કરોડમાં શેર ખરીદ્યા છે. જો કે SBI મ્યુચ્યુઅલ ફંડનું રિલાયન્સમાં સૌથી વધુ રોકાણ છે જે રૂ. 24,642 કરોડ છે. ICICI પ્રુડેન્શિયલનું આ સ્ટોકમાં રૂ. 6,518 કરોડનું રોકાણ છે જ્યારે HDFC મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 5,595 કરોડનું રોકાણ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ઇન્ડસઇન્ડ બેન્કના 6,504 કરોડના શેર ખરીદાયા
નવેમ્બરમાં જે લાર્જ કેપ શેર્સમાં મ્યુચ્યુઅલ ફંડોએ વધુ ખરીદી કરી છે તેમાં ઇન્ડસઇન્ડ બેન્કના રૂ. 6,504 કરોડના શેર ખરીદ્યા છે. આઇશર મોટર્સ અને હીરો મોટો કોર્પના રૂ. 4,133 કરોડના 4,168 શેર ફંડ હાઉસ દ્વારા ખરીદવામાં આવ્યા છે. ડાબર ઈન્ડિયાના રૂ. 2,190 કરોડના શેરની ખરીદી કરવામાં આવી છે. HDFC લાઇફ ઇન્સ્યોરન્સ લાર્જ કેપમાં સૌથી વધુ વેચાયેલા શેર્સ પૈકીનું એક રહ્યું છે. તેના રૂ. 5,855 કરોડના શેરનું વેચાણ થયું છે.

બિરલાએ ઝોમેટોના શેર વેચ્યા
આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે નવેમ્બરમાં ઝોમેટોના 95,342 શેર વેચ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કોટક મ્યુચ્યુઅલ ફંડે ઓક્ટોબરમાં ખરીદેલા 42 લાખ શેર ઉપરાંત નવેમ્બરમાં અન્ય 41 લાખ શેર ખરીદ્યા છે.

સ્મોલ કેપમાં ઝેન્સાર પ્રિફર્ડ શેર
સ્મોલ કેપ્સમાં ઝેનસાર ટેકની સૌથી મોટી ખરીદી રહી છે. તેના રૂ. 1,220 કરોડના શેરની ખરીદી કરવામાં આવી હતી. SBI મ્યુચ્યુઅલ ફંડે રૂ. 569 કરોડમાં નુવોકો વિસ્ટા અને રૂ. 587 કરોડમાં ભારત ફોર્જ ખરીદ્યું છે. તેણે નવેમ્બરમાં ચોલામંડલમના 728 કરોડ શેર ખરીદ્યા હતા. ICICI પ્રુડેન્શિયલ એ Ipca લેબનો સૌથી વધુ શેર રૂ. 725 કરોડમાં ખરીદ્યો છે. તેણે 511 કરોડ રૂપિયામાં આઈશર મોટર્સના શેર ખરીદ્યા છે.

 

આ પણ વાંચો :  શેરબજારના નબળા પ્રદર્શન છતાં આ ત્રણ સ્ટોક્સ રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે

 

આ પણ વાંચો : Supriya Lifescience IPO : આજે ખુલ્યો Lifescience કંપનીનો 700 કરોડનો IPO, ગ્રે માર્કેટમાં શેરની મજબૂત માંગ

Next Article