અદાણી ગ્રુપ(Adani Group) ને દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court)તરફથી સારા સમાચાર મળ્યા છે. સુપ્રીમ કોર્ટે દેશના ધનિક કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani)ની કંપની અદાણી પાવર(Adani Power) ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે રાજસ્થાન સ્થિત 3 વિતરણ કંપનીઓ એટલે કે ડિસ્કોમDiscoms)ને અદાણી પાવરને 4 અઠવાડિયામાં કુલ રૂ. 4200 કરોડ કમપેનસેન્ટરી ટેરિફ ચૂકવવા આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ અદાણી પાવરના શેર તેજીથી વધ્યા હતા. કંપનીએ 25 ફેબ્રુઆરીમાં એટલે કે બિઝનેસમાં 12 ટકાથી વધુનો વધારો જોયો હતો. કંપનીનો શેર 12.15 ટકા વધીને રૂ. 123.30 પર બંધ થયો હતો.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે રાજસ્થાન સ્થિત આ ત્રણ વિતરણ કંપનીઓએ તેમની સમીક્ષા અરજીઓ આ વર્ષની શરૂઆતમાં ફગાવી દેવામાં આવી ત્યારથી બાકી રકમ ચૂકવી નથી. આ કેસમાં તેમની સામે કોર્ટની અવમાનના છે.
ઉલ્લેખનીય છે કે આ ત્રણેય કંપનીઓએ 2022 માં આવેલા આદેશની સમીક્ષા માટે સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેમાં એવી માંગ કરવામાં આવી હતી કે અદાણી પાવરનેકમપેનસેન્ટરી ટેરિફ ચૂકવવાના આદેશની ફરીથી સમીક્ષા કરવામાં આવે પરંતુ કોર્ટે આ સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે હવે આ કંપનીઓને અદાણી પાવરને કુલ રૂ. 4200 કરોડના કમપેનસેન્ટરી ટેરિફ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
કોટક સિક્યોરિટીઝના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ (ઈક્વિટી ટેકનિકલ રિસર્ચ) શ્રીકાંત ચૌહાણ કહે છે કે દૈનિક અને સાપ્તાહિક ચાર્ટ પર સ્ટોક પેટર્ન સારી દેખાઈ રહી છે. સ્ટૉકમાં હજુ પણ રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. ટ્રેન્ડ ફ્લો ટ્રેડર્સ માટે 122-125 મહત્ત્વનો સપોર્ટ છે. જો આ સ્ટૉક આ લેવલથી ઉપર જ રહેવામાં સફળ રહે છે તો તે રૂ. 140-147નું લેવલ જોઈ શકે છે. અદાણીએ તાજેતરમાં અદાણી વિલ્મરનો IPO લોન્ચ કર્યો હતો જે શેર પણ બજારમાં ખુબ સારું પ્રદર્શન કરી રહ્યો છે.
Adani Power Ltd 1,922.00 +72.25 (3.91%)
Open 1,875.00 , High 1,956.00 , Low 1,875.00
52-wk high 2,125.00 , 52-wk low 874.80
આ પણ વાંચો : Sovereign Gold Bond: સોમવારથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?
આ પણ વાંચો : વાયરલ થઈ રહ્યો છે 500 રૂપિયાની નોટ અંગેનો નકલી મેસેજ, જાણો કેવી રીતે ઓળખશો તમારી નોટ અસલી છે કે નકલી ?