Share Market Today : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારની શરૂઆત સારી થઈ હતી. સેન્સેક્સ 59,873 પર ખુલ્યો તો એ જ રીતે નિફ્ટીપણ 17,707ના સ્તરે મજબૂત ખુલ્યો હતો. બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરો બજારની તેજીમાં આગળ છે. પરિણામોના કારણે ICICI બેંકના શેરમાં લગભગ 2% ની તેજી જોવા મળી રહી છે. આ સાથે વિપ્રો અને RIL પણ 1 ટકા સુધી વધીને ટ્રેડ થઈ રહ્યા છે. આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 22 પોઈન્ટના મામૂલી વધારા સાથે 59,655 અને નિફ્ટી 17,624 પર બંધ થયો હતો.સારા બિઝનેસ રિઝલ્ટ બાદ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સારી સ્થિતિમાં રહેશે તેવી અપેક્ષા હતી.
શેરબજારની છેલ્લી સ્થિતિ ( 24-04-2023 , 09:47 am ) | ||
SENSEX | 59,696.29 | +41.23 (0.069%) |
NIFTY | 17,638.05 | +14.00 (0.079%) |
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે વૈશ્વિક શેરબજારના મિશ્ર સંકેત મળ્યા હતા.આ વૈશ્વિક સંકેતોને કારણે બજાર સપાટ શરૂ થવાના અનુમાન લગાવાયા હતા. આજે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તે જ સમયે જાપાનનો નિક્કી એશિયન માર્કેટમાં મામૂલી વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. SGX NIFTYએ પણ પોઝિટિવ શરૂઆત કરી હતી.
Company Name | Last Price | Change | % Gain |
HDFC Life | 542.7 | 29.4 | 5.73 |
TATA Cons. Prod | 719 | 18.6 | 2.66 |
Hero Motocorp | 2,513.05 | 53.7 | 2.18 |
ICICI Bank | 898.45 | 12.8 | 1.45 |
Wipro | 372.7 | 4.65 | 1.26 |
Apollo Hospital | 4,407.50 | 46.2 | 1.06 |
Titan Company | 2,592.00 | 23.7 | 0.92 |
SBI | 547.7 | 4.55 | 0.84 |
Bajaj Auto | 4,343.55 | 35.25 | 0.82 |
UltraTechCement | 7,412.00 | 53.5 | 0.73 |
IndusInd Bank | 1,123.45 | 7.1 | 0.64 |
Coal India | 231.45 | 1.4 | 0.61 |
Adani Ports | 665.45 | 3.85 | 0.58 |
Adani Enterpris | 1,812.05 | 9.05 | 0.5 |
JSW Steel | 713.5 | 2.85 | 0.4 |
NTPC | 170.35 | 0.65 | 0.38 |
Axis Bank | 867.35 | 3.15 | 0.36 |
HDFC | 2,767.75 | 8.35 | 0.3 |
Reliance | 2,355.95 | 6.95 | 0.3 |
Tata Steel | 106.45 | 0.3 | 0.28 |
Tata Steel | 106.45 | 0.3 | 0.28 |
HDFC Bank | 1,679.15 | 4.55 | 0.27 |
Hindalco | 423.4 | 1.05 | 0.25 |
Grasim | 1,666.00 | 4.05 | 0.24 |
HCL Tech | 1,051.15 | 2.2 | 0.21 |
Bajaj Finserv | 1,320.40 | 2.5 | 0.19 |
Bajaj Finserv | 1,320.40 | 2.5 | 0.19 |
ONGC | 159.9 | 0.3 | 0.19 |
Tata Motors | 472 | 0.8 | 0.17 |
Tata Motors | 472 | 0.8 | 0.17 |
Britannia | 4,330.00 | 2.2 | 0.05 |
રિલાયન્સ કેપિટલ (RCAP) ને ધિરાણકર્તાઓ આજે 26 એપ્રિલે હરાજીના બીજા રાઉન્ડ પહેલા બિડર્સની ચિંતાઓને દૂર કરવા માટે બેઠક કરશે. હિન્દુજા ગ્રૂપના ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ અને ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (IIHL) એ સુનિશ્ચિત હરાજી અને તેની શરતો સામે અનેક વાંધો ઉઠાવ્યા છે.
જો તમે પણ IPO માં રોકાણ કરવા આતુર છો, તો આ અઠવાડિયે તમારી પાસે રોકાણ કરવાની ઘણી તકો મળશે. આ અઠવાડિયે 3 IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. આ ત્રણ કંપનીઓ મેનકાઇન્ડ ફાર્મા, ડી નીયર્સ ટૂલ્સ અને રેટિના પેઇન્ટ્સ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:54 am, Mon, 24 April 23