Share Market Today : બુધવારે શેરબજાર સપાટ ખુલ્યું હતું જે બાદમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું. સવારે 9.37 વાગે સેન્સેક્સ 75 અંકના ઘટાડા સાથે 60000 ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 17740 ની નજીક હતો. ઘટાડો બાદમાં વધ્યો હતો સવારે 9.57 વાગે સેન્સેક્સ 160.06 અંક અથવા 0.27% ઘટાડા સાથે 59,970.65 ઉપર નજરે પડ્યો હતો. આઈટી, એફએમસીજી અને રિયલ્ટી શેરો બજારને વેગ આપવા પ્રયાસ કરી રહ્યા છે જ્યારે બેન્કિંગ અને મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ સર્જાઈ રહ્યું છે. આ પહેલા મંગળવારે સ્થાનિક શેરબજાર 74 પોઈન્ટના ઉછાળા સાથે 60,130 પર બંધ થયું હતું. RVNL ના શેરમાં સતત બીજા દિવસે પણ સારી તેજી રહી છે. મંગળવારે શેર 20 ટકા સુધી ઉછળ્યો હતો આજે પણ વધારા સાથે કારોબાર થઇ રહ્યો છે.
શરૂઆતના વેપારમાં 780 શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને લગભગ 450 શેરમાં ઘટાડો નોંધાયો હતો. એડવાન્સ ડિક્લાઈન રેશિયો વધતા શેરોનું આજના ટ્રેડિંગ દરમ્યાન વર્ચસ્વ નજરે પડતું હતું.
આ પણ વાંચો : Global Market : ભારતીય શેરબજારમાં આજે નબળાં કારોબારનું અનુમાન, એશિયા અને અમેરિકાના બજાર તૂટયાં
ભારતીય શેરબજારો આજે બુધવારે નબળાઈ દર્શાવી રહ્યા છે કારણ કે વિશ્વભરના શેરબજારોમાંથી નબળા સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો છે. ઈન્ડેક્સ 17750 ની નીચે સરકી ગયો છે. જાપાનનો નિક્કી પણ નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. અગાઉ યુએસ માર્કેટમાં ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી 1.5% ઘટીને બંધ થયા હતા.
Company Name | Current Price | Change Rs | Change % | Volume | Value (Rs. Lakhs) |
Ipca Laboratories | 701.7 | -39.5 | (-5.33%) | 266,345 | 1,974.15 |
Lloyds Steels | 21.1 | -0.76 | (-3.48%) | 4,724,300 | 1,032.73 |
Shriram Finance | 1,388.95 | -42.7 | (-2.98%) | 29,715 | 425.41 |
EKI Energy Services | 384 | -9.75 | (-2.48%) | 104,539 | 411.62 |
Punjab & Sind Bank | 32.15 | -0.69 | (-2.10%) | 1,156,610 | 379.83 |
IPOના પ્રથમ દિવસે ઇસ્યુ 14 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. તેને 40,57,417 શેર માટે બિડ મળી છે જ્યારે 2,80,41,192 શેર ઓફર કરવામાં આવ્યા છે. કંપનીએ આ ઈસ્યુ માટે શેર દીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. 24 એપ્રિલે કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 1297.9 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ કંપનીએ ઓફરનું કદ 4 કરોડ શેરથી ઘટાડીને 2.8 કરોડ ઈક્વિટી શેર કર્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:58 am, Wed, 26 April 23