Share Market Today : શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ વધારો નોંધાયો, Sensex 57,775 સુધી ઉછળ્યો

Share Market Today : ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન સામૂહિક રીતે રૂ. 86,447.12 કરોડ ઘટી હતી.ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સૌથી વધુ  ખોટમાં રહ્યા હતા. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 462.8 પોઈન્ટ અથવા 0.79 ટકાનો ઘટાડો થયો હતો.

Share Market Today :  શેરબજારમાં ફ્લેટ શરૂઆત બાદ વધારો નોંધાયો, Sensex 57,775 સુધી ઉછળ્યો
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:46 AM

Share Market Today : ભારતીય શેરબજારની શરૂઆત પ્રી-ઓપનમાં સપાટ થઈ હતી. સપ્તાહના પહેલા કારોબારી દિવસે સેન્સેક્સ 57600 ની નજીક નજરે પડ્યા બાદ લાલ નિશાન નીચે સરક્યો જે ફરી રિકવર પણ થયો હતો.  SGX નિફ્ટી મજબૂત મોમેન્ટમના કારણે 17050 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. આજે અમેરિકન વાયદા બજારોમાં પણ મામૂલી મજબૂતી જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શેરબજારમાં મામૂલી ઉછાળા સાથે કારોબાર શરૂ થયો હતો પણ તે સતત ઉપર તરફ ટક્યો નહીં. યુએસ ફ્યુચર્સના સંકેતથી બજારને સપોર્ટ મળવાની આશા હતી  બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટી 17,000ની નજીક આવી ગયો હતો. બાદમાં બંને મુખ્ય ઇન્ડેક્સ ઘટાડામાં સરકી ગયા અને પરત ફર્યા હતા.

શેરબજારની સ્થિતિ   ( 27-03-2023 , 09:32 am )
SENSEX 57,671.60 +144.50 (0.25%)
NIFTY 17,005.80 +60.75 (0.36%)

કેવી સ્થિતિમાં બજાર ખુલ્યું ?

આજના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 39.80 પોઈન્ટ ના વધારા સાથે 57,566.90 ના સ્તર પર ખુલ્યો છે. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 39.25 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 16,984.30 પર ખુલવામાં સફળ રહ્યો છે.

ગત સપ્તાહે સેન્સેક્સ ટોપ 10 માં 5 માં તેજી 5 માં નુકસાન

ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી પાંચ કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન સામૂહિક રીતે રૂ. 86,447.12 કરોડ ઘટી હતી.ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) સૌથી વધુ  ખોટમાં રહ્યા હતા. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 462.8 પોઈન્ટ અથવા 0.79 ટકાનો ઘટાડો થયો હતો.સમીક્ષા હેઠળના સપ્તાહમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ અને SBIની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો હતો, જ્યારે ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ITC, HDFC અને ભારતી એરટેલની માર્કેટ મૂડીમાં વધારો થયો હતો.

આજે રૂપિયો મજબૂત થયો

રૂપિયાની મજબૂત શરૂઆત થઈ છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાએ મજબૂત શરૂઆત કરી છે. રૂપિયો 11 પૈસા મજબૂત થયો હતો. રૂપિયો 82.48ની સામે ડોલરદીઠ 82.37 પર ખુલ્યો હતો.

NSE બ્રોકર્સને મોટી રાહત આપવામાં આવી

  • ટ્રાન્ઝેક્શન શુલ્કમાં 4% ઘટાડો
  • ટ્રાન્ઝેક્શન ચાર્જ 1 એપ્રિલ 2023થી લાગુ થશે
  • NSEએ વધેલા ટ્રાન્ઝેક્શન ચાર્જ પાછા ખેંચ્યા
  • 2021 માં વિસ્તૃત વ્યવહારો પાછા ફર્યા

 

Published On - 9:30 am, Mon, 27 March 23