Share Market : મોંઘવારીના આંકડા અને વૈશ્વિક બજાર આ સપ્તાહે શેરબજારની ગતિ નક્કી કરશે,જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય

વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી પર તેમનું હકારાત્મક વલણ ચાલુ રાખ્યું છે. વિદેશી રોકાણકારો (FPIs) એ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં આશરે રૂ. 19,000 કરોડનું રોકાણ કર્યું છે.

Share Market : મોંઘવારીના આંકડા અને વૈશ્વિક બજાર આ સપ્તાહે શેરબજારની ગતિ નક્કી કરશે,જાણો નિષ્ણાંતોનો અભિપ્રાય
Bomay Stock Exchange - BSE
| Edited By: | Updated on: Nov 14, 2022 | 6:45 AM

વિશ્લેષકોનું કહેવું છે કે આ અઠવાડિયે શેરબજારની ગતિ ફુગાવાના આંકડા, વૈશ્વિક બજારોમાં પ્રદર્શન અને વિદેશી ફંડ્સમાં ટ્રાન્ઝેક્શન જેવી પ્રવૃત્તિઓ પર નિર્ભર રહેશે. વિદેશી રોકાણકારોની ખરીદી અને વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે સ્થાનિક શેરબજાર શુક્રવારે મજબૂતીથી બંધ થયું હતું. શુક્રવારે 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,181.34 પોઈન્ટ્સ અથવા 1.95 ટકા વધીને 61,795.04 પર બંધ થયો હતો અને 18 ઓક્ટોબર, 2021ની ટોચની સપાટી  61,765.59 પોઈન્ટને વટાવી ગયો હતો. શુક્રવારે દિવસનું ઉપલું સ્તર 61,840.97 નોંધાયું હતું જે ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી પણ છે. શેરબજારમાં વૈશ્વિક બજારના પગલે સારી તેજી જોવા મળી હતી.

નિષ્ણાતો શું કહે છે?

સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના વરિષ્ઠ ટેકનિકલ એનાલિસ્ટ પ્રવેશ ગૌરે જણાવ્યું હતું કે વિશ્વના શેરબજારોની કામગીરીની અસર સ્થાનિક બજાર પર પણ પડશે. તેમણે કહ્યું કે રોકાણકારો અમારા ઘરેલુ ફુગાવાના ડેટા પર નજર રાખશે.

તે જ સમયે રેલિગેર બ્રોકિંગ લિમિટેડના રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે રોકાણકારો મહત્વપૂર્ણ મેક્રો ઇકોનોમિક ડેટા – કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) અને જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ના આધારે ફુગાવા પર નજર રાખશે. આ સાથે તેમણે કહ્યું હતું કે વૈશ્વિક બજારોનું પ્રદર્શન અને વિદેશી રોકાણકારોનો પ્રવાહ પણ બજારનો માર્ગ નક્કી કરશે.

આ સિવાય તમને જણાવી દઈએ કે છેલ્લા સપ્તાહમાં ટોચની 10 કંપનીઓમાંથી 9ની માર્કેટ મૂડીમાં કુલ રૂ. 2.12 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન HDFC બેંક અને TCSની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ઉપરાંત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ની માર્કેટ કેપ રૂ. 26,317.30 કરોડ વધીને રૂ. 17,80,206.22 કરોડ થઈ છે. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 30 શેર પર આધારિત 844.68 પોઈન્ટ એટલે કે 1.38 ટકા ચઢ્યો છે.

વિદેશી રોકાણકારો નું હકારાત્મક વલણ

વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી પર તેમનું હકારાત્મક વલણ ચાલુ રાખ્યું છે. વિદેશી રોકાણકારો (FPIs) એ નવેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં આશરે રૂ. 19,000 કરોડનું રોકાણ કર્યું છે. તેની પાછળ અમેરિકામાં મોંઘવારી દરમાં નરમાશ અને ડૉલરની મજબૂતાઈમાં ઘટાડો કરવાનો હાથ છે. ડિપોઝિટરી ડેટા દર્શાવે છે કે નવેમ્બર વિદેશી રોકાણકારો માટે સાનુકૂળ બનતા પહેલા સતત બે મહિનાના ઉપાડનો સાક્ષી રહ્યો હતો. વિદેશી રોકાણકારોએ સપ્ટેમ્બરમાં ભારતીય બજારોમાંથી રૂ. 7,624 કરોડ અને ઓક્ટોબરમાં રૂ. 8 કરોડનો ચોખ્ખો ઉપાડ કર્યો હતો.

Published On - 6:45 am, Mon, 14 November 22