Good Friday : Sensex ના તમામ 30 શેર્સમાં તેજી, સસ્તી કિંમતે શેરની સારી ખરીદારી થઇ

|

Jan 28, 2022 | 12:38 PM

બેન્ક નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો ઉછાળો છે. બજાર ખુલતા જ બેન્ક નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો.

Good Friday : Sensex ના તમામ 30 શેર્સમાં તેજી, સસ્તી કિંમતે શેરની સારી ખરીદારી થઇ
શેરબજાર તેજી નોંધાવી બંધ થયું હતું

Follow us on

સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 700 પોઈન્ટ વધીને 58,044 પર પહોંચી ગયો છે. રોકાણકારોએ પ્રથમ મિનિટમાં 3.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ચાલુ સપ્તાહે મંગળવારે બજાર લાભ સાથે ખુલ્યું હતું જ્યારે ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે ફરી તેજી છવાઈ છે.

ગઈકાલે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 260.32 લાખ કરોડ હતું. આજે તે રૂ. 264.80 લાખ કરોડ છે. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. પ્રથમ કલાકમાં તે 57,940 ના ઉપલા સ્તર અને 57,656 ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના તમામ 30 શેર વધારા સાથે વેપાર કરી રહ્યા છે. સૌથી વધુ ફાયદો NTPC માં છે જે 3.50% વધ્યો છે. ટાટા સ્ટીલ અને મહિન્દ્રાના શેરમાં 2-2%નો ઉછાળો છે.

બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટ્સનો ઉછાળો

બેન્ક નિફ્ટીમાં 230 પોઈન્ટથી વધુનો ઉછાળો છે. બજાર ખુલતા જ બેન્ક નિફ્ટીમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો,તેમાં ઇન્ડસઇન્ડ બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, ફેડરલ બેન્ક, PNB અને કોટક મહિન્દ્રા બેન્ક છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

FII અને DII ડેટા

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે 27 જાન્યુઆરીએ બજારમાંથી રૂ. 6266.75 કરોડ ઉપાડ્યા હતા. દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ બજારમાં રૂ. 2881.32 કરોડનું રોકાણ કર્યું હતું.

 

આજના કારોબારમાં આ શેર્સ 10 ટકા કરતા વધુ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain 
LIC Housing Fi 345.35 393.15 13.84
JSW Holdings 3,923.05 4,420.05 12.67
GIC Housing Fi 146.85 164.65 12.12
Kitex Garments 249.8 279.3 11.81
Can Fin Homes 575.85 634.85 10.25

 

Nifty 50 ઇન્ડેક્સમાં આ શેર્સ રહ્યા TOP GAINERS

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,359 પર ઉપલા સ્તરે કરી રહ્યો હતો. તેના નેક્સ્ટ 50, મિડકેપ, બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્ડેક્સ મોખરે છે. તે 17,208 પર ખુલ્યો હતો. 17,2906 તેનું નીચલું સ્તર હતું અને 17,330 તેનું ઉપલું સ્તર હતું. તેના 50 શેરમાંથી 47 વધારા  અને 3 ઘટાડા સાથે  ટ્રેડ થઈ રહ્યા છે.

Company Name High Last Price Prev Close % Gain
NTPC 144 143.05 135 5.96
IndusInd Bank 925.25 924.05 888.1 4.05
UPL 800.85 798.5 771.95 3.44
ONGC 174.7 171.2 165.7 3.32
Wipro 564.95 562 544.75 3.17

 

SENSEX ના તમામ 30 શેર્સ આજે તેજી દર્શાવી રહ્યં છે સૌથું વધુ નફો આ 5 શેર્સમાં દેખાયો

Company Name High Last Price Prev Close % Gain
NTPC 143.85 143.15 134.95 6.08
IndusInd Bank 925 923.75 888.25 4
Sun Pharma 838.9 838 812.2 3.18
Wipro 565 562 544.75 3.17
M&M 895.95 882.35 857.85 2.86

 

આ  પણ વાંચો : Share Market : શેરબજારમાં રિકવરી દેખાઈ, Sensex 58000 ને પાર પહોંચ્યો

 

આ પણ વાંચો :  Gold Price Today : સસ્તું સોનુ ખરીદવાની મળી રહી છે તક, જાણો આજનો 1 તોલા સોનાનો ભાવ

Next Article