Gujarati NewsBusinessStockShare Market: Flat start for Indian stock market, what is the state of Adani Group stocks
Share Market : ભારતીય શેરબજાર માટે સપાટ શરૂઆત, શું છે અદાણી ગ્રુપના સ્ટોક્સની સ્થિતિ?
Share Market : શેરબજારમાં શરૂઆતી કારોબારમાં લાલ નિશાન નીચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 60,655 પોઈન્ટના સુધી ઉપલા સ્તરે પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 17,811 સુધી ઉછળ્યો હતો.
નબળા વૈશ્વિક સંકેતોને કારણે આજે પણ શેરબજારની શરૂઆત સપાટ થઈ હતી. નિફ્ટી 17,790 અને સેન્સેક્સ 60,511 પોઈન્ટ પર ખુલ્યો હતો. બજારની નબળાઈમાં મેટલ શેરો સૌથી વધુ તૂટ્યા છે. નિફ્ટીમાં સૌથી વધુ ઘટતા શેરોમાં હિન્દાલ્કો, ટાટા સ્ટીલના શેર 2-2 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ભારતીય બજારમાં રોકાણકારોની નજર Q3ના પરિણામો અને RBI MPCની બેઠકના નિર્ણયો પર રહેશે. સોમવારે પણ બજારના મુખ્ય સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સ અડધા ટકાની નબળાઈ સાથે બંધ થયા છે. FIIએ ગઈ કાલે રૂ. 1,218.14 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
4 જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાલી ગ્રુપની 3 કંપનીઓમાં સતત 9માં દિવસે લોઅર સર્કિટ લાગી છે. જો કે, 10માંથી 4 કંપનીઓ એવી છે જે લીલા નિશાન પર ખુલી છે. અદાણી ટ્રાન્સમિશનના શેરમાં મોટો ઘટાડો આગળ વધ્યો નથી છતાં કંપનીના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો છે. બે કંપનીઓ એવી છે જેમાં હજુ ઘટાડો ઘણો જોવા મળી રહ્યો છે. અદાણી ટોટલ ગેસ 9 ટ્રેડિંગ દિવસોમાં 62 ટકાથી વધુ ઘટ્યો છે. જો કે, કેટલીક કંપનીઓ એવી છે જે હજુ પણ 50 ટકાથી વધુના નુકસાનમાં છે.
શેરબજારમાં શરૂઆતી કારોબારમાં લાલ નિશાન નીચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 60,655 પોઈન્ટના સુધી ઉપલા સ્તરે પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 17,811 સુધી ઉછળ્યો હતો.
Adani Group Updates
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર 6 ટકા એટલે કે રૂ. 97 ના વધારા સાથે રૂ. 1669 પર ટ્રેડ કરી રહ્યો હતો.
અદાણી પોર્ટ એન્ડ સેઝનો શેર રૂ. 30 અથવા 5.62 ટકાના વધારા સાથે રૂ.576 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણી પાવરના શેરમાં 5 ટકાની નીચલી સર્કિટ લાગી છે. શેરનો ભાવ રૂ.9.10 ઘટીને રૂ.173.35 થયો છે.
અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 2.35 ટકાનો ઘટાડો એટલે કે રૂ. 29.65 અને ભાવ રૂ. 1231.75 પર જોવા મળી રહ્યો છે.
અદાણી ગ્રીન એનર્જીમાં 5 ટકાની લોઅર સર્કિટ છે. શેરનો ભાવ રૂ.44.35 ઘટીને રૂ.843.20 થયો છે.
અદાણી ટોટલ ગેસમાં 5 ટકાની લોઅર સર્કિટ છે. શેરનો ભાવ રૂ.77.20 ઘટીને રૂ.1467.50 થયો છે.
અદાણી વિલ્મરના શેરમાં રૂ. 2.55નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે અને શેરની કિંમત રૂ. 377.85 પર ટ્રેડ થઈ રહી છે.
સિમેન્ટ કંપની ACC લિમિટેડના શેરમાં રૂ. 10.55નો નજીવો વધારો જોવા મળ્યો છે અને શેરનો ભાવ રૂ. 1980.05 પર આવી ગયો છે.
અંબુજા સિમેન્ટના શેરમાં રૂ.1.90નો ઘટાડો છે અને ભાવ ઘટીને રૂ.377.55 થયો છે.
NDTVના શેરમાં 3.66 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને ભાવ ઘટીને રૂ. 222.50 પર આવી ગયો છે.