Senex Top -10 : રિલાયન્સના રોકાણકારોને માત્ર એક સપ્તાહમાં 5% રિટર્ન મળ્યું,ટોચની 10 પૈકી 8 કંપનીઓની માર્કેટ કેપમાં 82,169 કરોડનો વધારો

Share Market : છેલ્લા કારોબારી સપ્તાહના કામકાજના અંતે BSE સેન્સેક્સ 143 પોઈન્ટના ઉછાળા સાથે 59,832 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42 પોઈન્ટના ઉછાળા સાથે 17,599 પોઈન્ટ પર બંધ થયો હતો.સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપમાં રૂ. 82,169.3 કરોડનો વધારો થયો છે.

Senex Top -10 : રિલાયન્સના રોકાણકારોને માત્ર એક સપ્તાહમાં 5% રિટર્ન મળ્યું,ટોચની 10 પૈકી 8 કંપનીઓની માર્કેટ કેપમાં 82,169 કરોડનો વધારો
| Edited By: | Updated on: Apr 10, 2023 | 8:30 AM

ભારતીય શેરબજારમાં છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠની માર્કેટ કેપમાં રૂ. 82,169.3 કરોડનો વધારો થયો છે. HDFC બેંક અને HDFCને સૌથી વધુ ફાયદો થયો છે. ગયા અઠવાડિયે મંગળવારે 4 એપ્રિલે મહાવીર જયંતિ અને શુક્રવારે 7 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડેના દિવસે બજારમાં રજા હતી. ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 841.45 પોઈન્ટ અથવા 1.42 ટકા વધ્યો હતો. છેલ્લા કારોબારી સપ્તાહના કામકાજના અંતે BSE સેન્સેક્સ 143 પોઈન્ટના ઉછાળા સાથે 59,832 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42 પોઈન્ટના ઉછાળા સાથે 17,599 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો: શું તમે જાણો છો? અમેરિકન ડોલર વિશ્વની સૌથી શક્તિશાળી કરન્સી નથી!!! આ 5 દેશોના ચલણનું મૂલ્ય ડોલર કરતા પણ અનેક ગણું વધારે

આ કંપનીઓને ફાયદો થયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC Bank, હિન્દુસ્તાન યુનિલિવર, HDFC અને ITC સહિતની ટોચની 10 સેન્સેક્સ કંપનીઓમાંથી આઠના બજાર મૂલ્યાંકનમાં વધારો જોવા મળ્યો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં HDFC Bank નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 31,553.45 કરોડ વધીને રૂ. 9,29,752.54 કરોડ થયું છે. તે જ સમયે, HDFCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 18,877.55 કરોડ વધીને રૂ. 5,00,878.67 કરોડ થયું હતું. બીજી તરફ, ભારતી એરટેલની માર્કેટ મૂડી રૂ. 9,533.48 કરોડ વધીને રૂ. 4,27,111.07 કરોડે પહોંચી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એટલે કે RILની માર્કેટ મૂડી રૂ. 6,731.76 કરોડ વધીને રૂ. 15,83,824.42 કરોડ અને TCSની માર્કેટ મૂડી રૂ. 5,817.89 કરોડ વધીને રૂ. 11,78,836.58 કરોડ થઈ છે.

આ પણ વાંચો: વર્ષ 2023 નો પ્રારંભ ભારતીય કારોબારીઓ માટે રહ્યો નિરાશાજનક, અદાણીથી લઈ અંબાણી સુધીના ધનકુબેરોની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો થયો

બીજી તરફ, ITCનું માર્કેટ વેલ્યુએશન રૂ. 4,722.65 કરોડ વધીને રૂ. 4,81,274.99 કરોડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)નું માર્કેટ વેલ્યુએશન રૂ. 3,792.96 કરોડ વધીને રૂ. 4,71,174.89 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવર (HUL)નું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,139.56 કરોડ વધીને રૂ. 6,02,341.22 કરોડ થયું છે.

આ કંપનીઓએ નુકસાનનો સામનો કરવો પડ્યો

આ વલણથી વિપરીત, ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2,323.2 કરોડ ઘટીને રૂ. 5,89,966.72 કરોડ થયું હતું. ICICI બેંકનું મૂડીકરણ રૂ. 1,780.62 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 6,10,751.98 કરોડ થયું છે.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, HDFC, ITC, SBI પછી અનુક્રમે ભારતી એરટેલ આવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર                   

                                           બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 6:52 am, Mon, 10 April 23