Reliance Q4 Result : માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સે(RIL) મહત્વની માહિતી જાહેર કરી છે. કંપનીએ 21 એપ્રિલના રોજ જાન્યુઆરી-માર્ચ 2022ના છેલ્લા ત્રિમાસિક ગાળાના એકલ અને એકીકૃત નાણાકીય પરિણામોની જાહેરાત કરશે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શુક્રવાર 21 એપ્રિલ 2023ના રોજ મળશે. આ બેઠકમાં કંપનીના માર્ચ 2023 ક્વાર્ટર અને નાણાકીય વર્ષ 2022-23ના વાર્ષિક સ્ટેન્ડઅલોન અને કોન્સોલિડેટેડ ઓડિટેડ નાણાકીય પરિણામોને ધ્યાનમાં લેવામાં આવશે અને મંજૂર કરવામાં આવશે. મીટિંગ બાદ, વિશ્લેષકો અને મીડિયા સમક્ષ નાણાકીય પરિણામો પર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવશે.આજે શેર તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.સવારે 9:49 am વાગ્યાના અપડેટ અનુસાર 6.85 રૂપિયા અથવા 0.29% વધારા સાથે 2347.20 રૂપિયા હતી.
રિલાયન્સ માટે ડિસેમ્બર ક્વાર્ટર મિશ્ર હતું. ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં તેનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 13.30 ટકા ઘટીને રૂ. 17806 કરોડ થયો હતો. જોકે ત્રિમાસિક ધોરણે 30 ટકાથી વધુનો ઉછાળો હતો. તે જ સમયે, તેની એકીકૃત કુલ આવક વાર્ષિક ધોરણે 14.8 ટકા વધીને રૂ. 2.4 લાખ કરોડ સુધી પહોંચી હતી.
NSE પર રિલાયન્સના શેરની કિંમત 19 એપ્રિલ 2023 ના સવારે 9:49 am વાગ્યાના અપડેટ અનુસાર 6.85 રૂપિયા અથવા 0.29% વધારા સાથે 2347.20 રૂપિયા છે.
છે. આ વર્ષે તે 8 ટકાથી વધુ નબળો પડ્યો છે. ગયા મહિને તેનો શેર એક વર્ષની નીચી સપાટીએ સરકી ગયો હતો. BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર ગયા વર્ષે 29 એપ્રિલ, 2022 ના રોજ શેર 2855 રૂપિયાના ભાવે હતો જે એક વર્ષની ઊંચી સપાટી હતી.જોકે બાદમાં શેરની આ તેજી અહીં જ અટકી ગઈ અને ગયા મહિને 20 માર્ચ, 2023ના રોજ તે ઘટીને રૂ. 2180 પર આવી ગયો હતો. રિલાયન્સના શેર અત્યાર સુધીમાં નીચા સ્તરેથી 8 ટકાથી વધુ રિકવર થયા છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું પરિણામ આ વખતે સારું રહેવાની આશા છે. આ કારણે કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળી શકે છે જે કંપનીના શેર રોકાણકારોને સારી આવક આપી શકે છે. આ ઉપરાંત કંપની દ્વારા ડિવિડન્ડ(RIL Dividend) પણ જાહેર કરી શકાય છે અને આ રીતે કંપનીના રોકાણકારો પણ માલામાલ બની શકે છે. કંપની Jio Financial Services ના IPO સંબંધિત કેટલાક સંકેતો પણ આપી શકે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:00 am, Wed, 19 April 23