Reliance નું જોરદાર કમબેક, 8 દિવસ સુધી સતત નુકસાન બાદ કંપનીને 46,000 કરોડથી વધુનો ફાયદો થયો

|

Mar 22, 2023 | 7:15 AM

8 માર્ચથી 20 માર્ચ સુધી એટલે કે 8 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં લગભગ 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. 8 માર્ચે કંપનીનો શેર રૂ. 2,417.55 પર બંધ થયો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.

Reliance નું જોરદાર કમબેક, 8 દિવસ સુધી સતત નુકસાન બાદ કંપનીને 46,000 કરોડથી વધુનો ફાયદો થયો

Follow us on

શેરબજારમાં મંગળવારે સારી તેજી જોવા મળી હતી. આ તેજી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં વધારાને કારણે જોવા મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર મંગળવારે 3 ટકાથી વધુના વધારા સાથે બંધ થયો હતો. જેના કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપમાં 46 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ તેજી તેની જબરદસ્ત  કમબેક પણ કહી શકાય. છેલ્લા 8 ટ્રેડિંગ દિવસોથી રિલાયન્સના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો  જેના કારણે કંપનીનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાથી નીચે આવી ગયું હતું.

રિલાયન્સનો શેર 3 ટકાથી વધુ વધ્યો

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સના શેરમાં મંગળવારે  3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. જે બાદ કંપનીનો શેર રૂ. 2,270.05 પર બંધ થયો હતો. માહિતી અનુસાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર કંપનીનો શેર રૂ. 2,222 પર ખૂલ્યો હતો અને ટ્રેડિંગ દિવસ દરમિયાન કંપનીનો શેર રૂ. 2,273.85 પર પહોંચ્યો હતો. એક દિવસ અગાઉ કંપનીનો શેર રૂ. 2,180ની 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. જો કે, કંપનીની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 2,855 છે જે તેણે એપ્રિલ 2022માં બતાવી હતી.

કંપનીના માર્કેટ કેપમાં રૂ. 46 હજાર કરોડનો વધારો થયો

રિલાયન્સમાં આવેલી તેજીને કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ જબરદસ્ત વધારો થયો છે.  સોમવારે કંપનીનું માર્કેટ કેપ 14,89,489.96 કરોડ રૂપિયા હતું. મંગળવારે કંપનીના શેરમાં 3 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને બજાર બંધ થતાં સુધીમાં કંપનીનું માર્કેટ કેપ રૂ. 15,35,799.73 કરોડ સુધી પહોંચી ગયું હતું. આનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 46,309.76 કરોડનો વધારો થયો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

8 દિવસમાં 9 ટકા સ્ટોક ઘટ્યો હતો

8 માર્ચથી 20 માર્ચ સુધી એટલે કે 8 ટ્રેડિંગ દિવસોમાં કંપનીના શેરમાં લગભગ 9 ટકાનો વધારો જોવા મળ્યો છે. 8 માર્ચે કંપનીનો શેર રૂ. 2,417.55 પર બંધ થયો હતો. ત્યારથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો. 20 માર્ચે કંપનીનો શેર રૂ. 2,201.60 પર બંધ થયો હતો. આ દરમિયાન કંપનીના શેરમાં 215.95 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. મતલબ કે કંપનીના શેરમાં લગભગ 9 ટકાનો ઘટાડો થયો છે.

નિષ્ણાતોનો અભિપ્રાય

દેશની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરને પણ શેરબજારમાં આ ઘટાડાનો માર સહન કરવો પડ્યો છે, જે છેલ્લા ચાર મહિનામાં 20 ટકા ઘટ્યો છે. પરંતુ વિદેશી બ્રોકરેજ હાઉસ CLSA રિલાયન્સના શેર પર અત્યંત તેજીનો મત ધરાવે છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે રિલાયન્સનો સ્ટોક વર્તમાન સ્તરથી 35 ટકાનું વળતર આપી શકે છે.

 

Next Article