Share Market : સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું. સતત બે દિવસના ઘટાડા બાદ શેર બજારોએ સારી શરૂઆત કરી હતી. સેન્સેક્સમાં 200 થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને ઈન્ડેક્સ 0.38 ટકાના વધારા સાથે 56676.95 ના સ્તરે ખુલ્યો. આ સિવાય નિફ્ટી 50 ઈન્ડેક્સમાં પણ 57 પોઈન્ટ એટલે કે 0.34 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને આ ઈન્ડેક્સ 17000 ની નજીક ખુલ્યો હતો. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 1458 શેરમાં ખરીદીનો માહોલ હતો જ્યારે 512 શેરમાં વેચવાલી જોવા મળી હતી અને 83 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
શેરબજારની છેલ્લી સ્થિતિ(9.28 AM ) |
|
SENSEX | 56,863.92 +400.77 (0.71%) |
NIFTY | 17,079.20 +120.55 (0.71%) |
SENSEX | NIFTY | ||
Open | 56,741.43 | Open | 17,045.25 |
High | 56,923.19 | High | 17,100.65 |
Low | 56,521.33 | Low | 16,978.95 |
Prev close | 56,463.15 | Prev close | 16,958.65 |
52-wk high | 62,245.43 | 52-wk high | 18,604.45 |
52-wk low | 47,204.50 | 52-wk low | 14,273.30 |
વૈશ્વિક બજારોમાં મજબૂતીના સંકેત દેખાઈ રહ્યા છે. યુએસ બજારોમાં મજબૂત રિબાઉન્ડ જોવા મળ્યું હતું અને ગઈકાલનું ટ્રેડિંગ સત્ર છેલ્લા 1 મહિનામાં સૌથી શ્રેષ્ઠ દિવસ હતું. આ સિવાય યુએસ માર્કેટની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 500 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને આ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરની નજીક બંધ થયો હતો. આ સિવાય નાસ્ડેકમાં પણ 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે તમામ મુખ્ય IT શેરોમાં ખરીદીનો માહોલ હતો. અમેરિકામાં બજાર બંધ થયા પછી, Netflix ના પરિણામો આવ્યા જેની અસર આજે જોવા મળી શકે છે. બીજી તરફ યુરોપિયન બજારોમાં થોડી સુસ્તી જોવા મળી હતી. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ ખરીદી જોવા મળી રહી છે અને SGX નિફ્ટી લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યો છે.
વેચવાલીના કારણે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. મંગળવારે સેન્સેક્સ 703 પોઈન્ટ ઘટીને 56463 અને નિફ્ટી 215 પોઈન્ટના ઘટાડા સાથે 16958 ના સ્તર પર બંધ થયા છે. TOP -30માં માત્ર રિલાયન્સ અને ICICI બેન્કના શેરમાં જ વધારો નોંધાયો હતો. આ સિવાય તમામ 28 ઘટાડા સાથે બંધ થયા. ઘટાડામાં એચડીએફસી, એચડીએફસી બેંક અને ઈન્ફોસીસનો સૌથી મોટો ફાળો હતો. આ ઘટાડા પાછળ IT, FMCG, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઑટો સૂચકાંકોનો મુખ્ય ફાળો હતો. HDFC બેંકનો શેર સતત નવમા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો તો રિલાયન્સે આજે 3.16 ટકાનો વધારો નોંધાવ્યો છે.
નિફ્ટી આઇટી લગભગ 3 ટકા, એફએમસીજી 2.82 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 2.47 ટકા અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડા બાદ BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 265.35 લાખ કરોડ પર આવી ગયું હતું.
સોમવારના ઘટાડા પછી રોકાણકારોની સંપત્તિ ઘટીને 269.44 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે મંગળવારના ઘટાડાથી રોકાણકારોને રૂ. 4 લાખ કરોડનું નુકસાન થયું છે. ગયા સપ્તાહે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 272.03 લાખ કરોડ હતું. સોમવાર અને મંગળવારના ઘટાડામાં તેમની સંપત્તિમાં રૂ. 6.65 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : IMFએ વર્ષ 2022-23 માટે ભારતના GDP ગ્રોથનો અંદાજ ઘટાડ્યો, મોંઘવારીથી ટૂંક સમયમાં કોઈ નહીં મળે રાહત!!!