MUKESH AMBANI એ એક દિવસમાં 92,98,82,65,000 રૂપિયા ગુમાવ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની નેટવર્થમાં મંગળવારે 1.13 બિલિયન ડોલર એટલેકે આશરે રૂપિયા  92,98,82,65,000નો ઘટાડો થયો છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર(RIL Share Price)માં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે 1.39 ટકાનો ઘટાડો થયો હતો.

MUKESH AMBANI એ એક દિવસમાં  92,98,82,65,000 રૂપિયા ગુમાવ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
| Edited By: | Updated on: May 17, 2023 | 8:58 AM

ભારત અને એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની નેટવર્થમાં મંગળવારે 1.13 બિલિયન ડોલર એટલેકે આશરે રૂપિયા  92,98,82,65,000નો ઘટાડો થયો છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર(RIL Share Price)માં સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે 1.39 ટકાનો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ મુજબ અંબાણીની કુલ સંપત્તિ હવે 84.7 બિલિયન ડોલર છે. તે વિશ્વના અમીરોની યાદીમાં 13મા નંબરે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 2.41 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. આ સમય દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(Gautam Adani)ની નેટવર્થમાં પણ મંગળવારે $694 મિલિયનનો ઘટાડો થયો હતો. તેમની કુલ સંપત્તિ હવે $54.3 બિલિયન છે. આ વર્ષે તેમની નેટવર્થમાં $66.2 બિલિયનનો ઘટાડો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં અદાણી 23માં નંબરે છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયો, 1 લીટર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર?

વિશ્વના ધનિકોની યાદીમાં TOP 10 માં એક પણ ભારતીય નહીં

ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ(Bernard Arnault) $203 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મંગળવારે તેમની નેટવર્થમાં એક અબજ ડોલરનો ઘટાડો થયો હતો. આ વર્ષે તેમની નેટવર્થમાં $40.6 બિલિયનનો વધારો થયો છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક $166 બિલિયનની નેટવર્થ સાથે બીજા નંબરે છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની નેટવર્થમાં મંગળવારે 2.26 અબજ ડોલરનો વધારો થયો છે. તે 137 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં ત્રીજા નંબરે છે. આ વર્ષે તેઓએ 30.3 બિલિયન ડોલરની કમાણી કરી છે. માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ $125 બિલિયનની નેટવર્થ સાથે ચોથા નંબર પર છે. અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફે $114 બિલિયનની નેટવર્થ સાથે પાંચમા નંબરે છે.

વિશ્વની સૌથી ધનિક મહિલા

લેરી એલિસન 110 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં છઠ્ઠા નંબર પર છે. સ્ટીવ બાલ્મર સાતમા, લેરી પેજ આઠમા, સેર્ગેઈ બ્રિન નવમા અને કાર્લોસ સ્લિમ  દસમા ક્રમે છે. ફ્રાન્સની ફ્રાન્કોઈસ બેટનકોર્ટ માયર્સ $91 બિલિયન સાથે આ યાદીમાં 11મા નંબર પર છે અને વિશ્વની સૌથી અમીર મહિલા છે. મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગ આ યાદીમાં 87.4 બિલિયન ડોલર સાથે 12મા નંબરે છે. આ વર્ષે તેની નેટવર્થમાં $41.8 બિલિયનનો વધારો થયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો