લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ શુક્રવારે જણાવ્યું હતું કે LIC IPO એ લાંબા ગાળામાં મૂડી એકત્ર કરવાની સરકારની યોજનાનો એક ભાગ છે. સરકારનો આમાં મોટો હિસ્સો યથાવત રહેશે. આગામી એક વર્ષ સુધી LICનો કોઈ હિસ્સો વેચવામાં આવશે નહીં. એલઆઈસીના આઈપીઓ (LIC IPO) પર કંપનીના ચેરમેન એમઆર કુમારે કહ્યું કે આ એલઆઈસીના ઈતિહાસનો ત્રીજો દોર છે. લિસ્ટિંગ પછી ઘણા મોટા ફેરફારો થશે. અમે સ્પર્ધા કરવા તૈયાર છીએ.
DIPAM સેક્રેટરીએ કહ્યું કે LIC IPO એ શેરધારકો માટે મોટી તક છે. LIC ખૂબ મોટી અને પરિપક્વ કંપની છે. IPO ના સમય પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે પરંતુ બજાર વિશે કોઈ અનુમાન લગાવી શકાતું નથી. અમે LIC IPO પર 10 સલાહકારોની સલાહ લીધી છે. દરેક સલાહ પર એકબીજા સાથે સમીક્ષા કરી છે. LIC IPO એ સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. LICમાં સરકારનો મોટો હિસ્સો યથાવત રહેશે.
LICમાં સરકારનો 100% હિસ્સો છે. તે IPO દ્વારા 3.5 ટકા હિસ્સો વેચશે. અગાઉ સરકારની યોજના 5 ટકા હિસ્સો વેચવાની હતી. પરંતુ યુક્રેન સંકટને કારણે વૈશ્વિક પડકાર વધી ગયો છે. આ જ કારણ છે કે સરકારે ઓછો હિસ્સો વેચવાનો નિર્ણય લીધો છે. એન્કર રોકાણકારો રૂ. 5,600 કરોડ એકત્ર કરે તેવી અપેક્ષા છે. સરકાર LICના IPOમાં રૂ. 902-949ના પ્રાઇસ બેન્ડમાં 22.1 કરોડ શેર વેચવાની યોજના બનાવી રહી છે.
LIPOના IPOમાં પોલિસી ધારકોને IPOની કિંમત પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે રિટેલ અને કર્મચારીઓને 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. IPOની લોટ સાઈઝ 15 શેરની હશે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર એક લોટ માટે 14,235 રૂપિયા ખર્ચવા પડશે.
પોલિસીધારકો, કર્મચારીઓ અને સામાન્ય રિટેલ રોકાણકારો ત્રણેય કેટેગરીમાં IPO માટે અરજી કરી શકે છે. પરંતુ જે કેટેગરી અનુસાર તેમને શેર ફાળવવામાં આવશે તેમને તે કેટેગરીનું જ ડિસ્કાઉન્ટ મળશે. ડિસ્કાઉન્ટ માત્ર એક કેટેગરીમાં ઉપલબ્ધ રહેશે. LICના IPOની જાહેરાત બાદથી LICના 6.4 કરોડ પોલિસીધારકોએ દેશની આ સૌથી મોટી વીમા કંપનીના શેર ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. બિડ 15 શેરના લોટમાં મૂકી શકાય છે.
https://www.youtube.com/watch?v=dIso-DWJFKE
આ પણ વાંચો : રોકાણકારો માટે આનંદના સમાચાર! LIC કરતાં પણ મોટો IPO આવી રહ્યો છે, મુકેશ અંબાણીની JIOને બજારમાં લાવવાની તૈયારી
આ પણ વાંચો : ONDC : Amazon, Walmartને પછાડવા ભારત લોન્ચ કરશે ઇ-કોમર્સ નેટવર્ક