ટાટા ગ્રૂપની સ્ટીલ કંપની ટાટા સ્ટીલ(TATA STEEL) તેના શેરનું વિભાજન કરશે. આગામી મહિને કંપનીની બોર્ડ મિટિંગમાં તેના પર વિચારણા કરવામાં આવશે અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. કંપનીની આ જાહેરાત શેરબજારને પસંદ પડી હતી.આ સમાચારને કારણે સોમવારે ટાટા સ્ટીલના શેરમાં 2 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.ટાટા સ્ટીલે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં આ માહિતી આપી છે. તેની માહિતીમાં કંપનીએ જણાવ્યું છે કે કંપની બોર્ડની આગામી બેઠક 3 મે 2022ના રોજ યોજાશે. આ બેઠકમાં શેરના વિભાજન અંગે વિચારણા કરવામાં આવશે. આ સિવાય કંપની બોર્ડની આ બેઠકમાં 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22 માટે શેરધારકોને ડિવિડન્ડ આપવા અંગે પણ નિર્ણય લેવામાં આવશે.
કંપનીએ હજુ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે એક શેરને કેટલા શેરમાં વિભાજીત કરશે. બેઠકમાં આખરી નિર્ણય લેવામાં આવ્યા બાદ આ માહિતી આપવામાં આવશે. પરંતુ કંપનીના આ પગલાથી રોકાણકારોને ફાયદો થશે તે નિશ્ચિત છે. એક તો તેના શેરની કિંમત ઘટશે અને તેના શેરની સંખ્યામાં વધારો થશે. તેનાથી નવા રોકાણકારોને તેમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે. બીજો ફાયદો ટાટા સ્ટીલના શેર ધરાવતા વર્તમાન રોકાણકારોને થશે. વિભાજનના બદલામાં તેઓ વધારાના શેર મેળવી શકે છે. સામાન્ય રીતે શેર વિભાજનની સ્થિતિમાં કંપની દ્વારા વર્તમાન રોકાણકારોને વધારાના શેર આપવાની જાહેરાત કરવામાં આવે છે.
કંપનીએ આ સંબંધમાં એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે અને કહ્યું છે કે 3 મેની બોર્ડ મીટિંગમાં રૂ. 10ની ફેસ વેલ્યુના શેરને વિભાજિત કરવાના પ્રસ્તાવ પર નિર્ધારિત કાયદાકીય નિયમો હેઠળ વિચારણા કરવામાં આવશે. ઉપરાંત આ બેઠકમાં નાણાકીય વર્ષ 2021-22 માટે ઓડિટેડ સ્ટેન્ડઅલોન અને અનઓડિટેડ એકીકૃત નાણાકીય પરિણામોને રેકોર્ડ પર લેવા માટે વિચારણા કરવામાં આવશે.
સોમવારે શેર વિભાજનની જાહેરાતને કારણે તેના શેરમાં 2 ટકા સુધીનો વધારો થયો હતો. BSE પર સવારના વેપારમાં ટાટા સ્ટીલનો શેર 1.54 ટકા વધીને રૂ. 1,39.60 થયો હતો. તેની 52-સપ્તાહની ઊંચી સપાટી રૂ. 1,534.60 પ્રતિ શેર છે જ્યારે 52 સપ્તાહની નીચી રૂ. 854.90 છે. છેલ્લા ત્રણ મહિનામાં ટાટા ગ્રુપની આ કંપનીના શેરમાં 13 ટકાનો વધારો નોંધાયો છે. NSEમાં ટાટા સ્ટીલની આજની ઊંચી સપાટી રૂ. 1,58.05 હતી. ટાટા સ્ટીલનું માર્કેટ કેપ રૂ. 1,64,267 કરોડ છે.
આ પણ વાંચો : તમે RBI માં ખાતું ખોલાવીને પણ કમાણી કરી શકો છો, RDG તમને કમાણીની તક આપી રહ્યું છે
આ પણ વાંચો : Gold Price Today : આજે અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 55305 રૂપિયા સુધી ઉછળ્યો, જાણો શું છે તમારા શહેરની સ્થિતિ