Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?

|

Dec 17, 2021 | 10:29 AM

IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?
IndiaBulls HSG FIN

Follow us on

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ(IndiaBulls HSG FIN)ના સ્થાપક સમીર ગેહલોત(sameer gehlaut) બ્લોક વિન્ડો ડીલ દ્વારા તેમનો 11.9 ટકા હિસ્સો વેચવાના છે. આ ડીલ શેર દીઠ રૂ. 262.25 થી રૂ. 276.60 વચ્ચે થવાની શક્યતા છે. આ સમગ્ર બ્લોક ડીલની કિંમત 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તે હજુ પણ દેશની ચોથી સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે.

1 મહિના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર થયા
IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 268 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 323 કરોડનો નફો રજૂ કર્યો હતો.

સમીર ગેહલોતે 14 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું
જણાવી દઈએ કે હાલમાં સમીર ગેહલોત ઈન્ડિયાબુલ્સ ગ્રુપના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 14 ઓક્ટોબરના રોજ, સમીર ગેહલોતે મુખ્ય જૂથ કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

બ્લોક ડીલ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય

વરિન્દર બંસલનો અભિપ્રાય છે કે વર્ષ 2018માં કંપનીની AUM 1.10 લાખ કરોડથી વધુ હતી પરંતુ હવે તે ઘટીને 64 હજાર કરોડ થઈ ગઈ છે. તેની બુક વેલ્યુ 350 રૂપિયા છે. હવે બુક વેલ્યુમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એસોસિયેટ પલક કોઠારી કહે છે કે સાપ્તાહિક ચાર્ટ પર શેરે 205-200 સ્તરની આસપાસ સારો આધાર બનાવ્યો છે. જોકે આજના ટ્રેડિંગ સેશનમાં શેરે ઊંચા સ્તરેથી પ્રોફિટ-બુકિંગ દર્શાવ્યું છે

મનોજ દાલમિયા સ્થાપક અને નિયામક પ્રોફિશિયન્ટ ઇક્વિટીઝ કહે છે કે કિંમત રૂ. 254 પર સપોર્ટ લઈ રહી છે. સપોર્ટ એરિયાને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્તરે ખરીદી કરી શકાય છે. આક્રમક રોકાણકારો વર્તમાન સ્તરે રૂ. 290ના ટાર્ગેટ પર રૂ. 240ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકે છે.

 

આ પણ વાંચો :  RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

 

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો

Next Article