HP Adhesives IPO: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? GMP ની સ્થિતિ શું છે?

|

Dec 23, 2021 | 8:10 AM

IPO વોચમાંથી મેળવેલા ડેટા અનુસાર એચપી એડહેસિવ્સનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ 50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે જે ઈશ્યૂ કિંમત કરતાં 18 ટકા વધુ છે.

HP Adhesives IPO: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? GMP ની સ્થિતિ શું છે?
HP Adhesives IPO Allotment

Follow us on

HP Adhesives IPO: આઇપીઓ માર્કેટમાં ભારે ઉત્તેજના વચ્ચે એડહેસિવ્સ અને સીલંટ કંપની એચપી એડહેસિવ્સ તેના શેરની ફાળવણી કરી રહી છે. 17 ડિસેમ્બરે બંધ થયેલા આ IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. આ IPO 20.96 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

રિટેલ રોકાણકારો તેમના અનામત શેર માટે 81 ગણી, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 19 ગણી અને લાયક સંસ્થાકીય રોકાણકારો માટે 1.82 ગણી બિડ કરી હતી. રૂ. 126 કરોડના ઇશ્યૂમાં રૂ. 113.43 કરોડના નવા શેર અને રૂ. 12.52 કરોડ સુધી એકત્ર કરવા શેરધારક અંજના હરેશ મોટવાણી દ્વારા વેચાણની ઓફરનો સમાવેશ થાય છે. સ્ટોક માટે રૂ. 262-274ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી.

ગ્રે માર્કેટમાં 50 રૂપિયાનું પ્રીમિયમ મળી રહ્યું છે
IPO વોચમાંથી મેળવેલા ડેટા અનુસાર એચપી એડહેસિવ્સનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ 50ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે જે ઈશ્યૂ કિંમત કરતાં 18 ટકા વધુ છે. શેરની ફાળવણીનો નિર્ણય લીધા પછી અસફળ બિડર્સને 23 ડિસેમ્બરે રિફંડ મળશે અને શેર્સ 24 ડિસેમ્બરે સફળ બિડર્સના ડીમેટ ખાતામાં પહોંચશે. HP એડહેસિવના શેર 27મી ડિસેમ્બરે BSE અને NSE પર લિસ્ટ થવાની ધારણા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspx પર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો

  • Bigshare Services Pvt Ltd આ ઈશ્યુના રજિસ્ટ્રાર છે.
  • આ IPO માટે, રજિસ્ટ્રારની વેબસાઇટ પર જવું પડશે.
  • લિંક: https://ipo.bigshareonline.com/IPO_Status.html
  • ડ્રોપડાઉનમાં કંપનીનું નામ લખો.
  • આ પછી બોક્સમાં PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિપોઝિટરી/ક્લાયન્ટ ID દાખલ કરો
  • કેપ્ચા દાખલ કરો અને સર્ચ બટન પર ક્લિક કરો. પછી તમને તમારું સ્ટેટસ ખબર પડશે.

 

આ પણ વાંચો :  રાતોરાત રૂપિયા 44 અબજને પાર પહોંચ્યું આ કંપનીનું મૂલ્ય, કારોબારમાં 53%નો ઉછાળો નોંધાવનાર શેર છે તમારા પોર્ટફોલિયોમાં?

આ પણ વાંચો : Atal Pension Yojana: એક કપ ચાની કિંમતથી પણ ઓછી કિંમતના રોકાણ પર મેળવો 6000નું પેન્શન, પાછલી જીંદગીની ચિંતા કરો દુર

Next Article