High Return Stock : આ કંપનીના રોકાણકાર થયા માલામાલ, સ્ટોકે માત્ર 2 વર્ષમાં 1 લાખના કર્યા 67 લાખ

|

Feb 04, 2023 | 8:45 AM

High Return Stock : સ્ટોકમાં 6,684.83 ટકાના વધારાનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકારે 30 ઓક્ટોબર, 2020 ના રોજ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તો રૂ. 1 લાખનું મૂલ્ય લગભગ 6,684.83 ટકા વધીને આજે 67.84 લાખ થયું છે.

High Return Stock : આ કંપનીના રોકાણકાર થયા માલામાલ, સ્ટોકે માત્ર 2 વર્ષમાં 1 લાખના કર્યા 67 લાખ
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

High Return Stock : શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ઉથલપાથલ ચાલી રહી છે અને  અદાણી ગ્રુપના સ્ટોક્સમાં સતત ઘટાડો ચાલુ છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં લગભગ 2.22 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં માત્ર 1.95 ટકાનો વધારો થયો છે પરંતુ આ સ્થિતિ હોવા છતાં કેટલાક શેર એવા છે જે રોકાણકારોને સતત નફો આપી રહ્યા છે. આમાંથી એક શેર  બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સ છે. આ શેરે તેના રોકાણકારોના રૂ. 1 લાખને માત્ર અઢી વર્ષમાં રૂ. 67 લાખ બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ એક બીજ ઉત્પાદક કંપની છે જે ખેડૂતોને વિવિધ પાકોના ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ સપ્લાય કરે છે.

સતત 9 દિવસ સુધી અપર સર્કિટ નોંધાઈ

તમને જણાવી દઈએ કે બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્સના શેર ગુરુવારે એટલે કે 2 ફેબ્રુઆરીએ 5 ટકાની અપર સર્કિટ લગાવીને રૂ. 603.85ના ભાવે બંધ થયા હતા. આ તેના શેરની અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. ઉપરાંત આ સતત 9મો દિવસ રહ્યો જ્યારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે. આ સમયગાળા દરમિયાન તેના શેરમાં લગભગ 47.68 ટકાનો વધારો થયો છે.

છેલ્લા 2 વર્ષમાં 6,684 ટકા વૃદ્ધિ

બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના શેરમાં ટ્રેડિંગ BSE પર 30 ઓક્ટોબર 2020 ના રોજ પ્રથમ વખત શરૂ થયું હતું. તે સમયે તેની અસરકારક કિંમત માત્ર 8.90 રૂપિયા હતી, જે હવે વધીને 603.85 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે, છેલ્લા બે અને ક્વાર્ટરમાં, આ સ્ટોક લગભગ 6,684.83 ટકા વધ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

1 લાખના  67 લાખ કર્યા

સ્ટોકમાં 6,684.83 ટકાના વધારાનો અર્થ એ છે કે જો કોઈ રોકાણકારે 30 ઓક્ટોબર, 2020 ના રોજ બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હશે તો રૂ. 1 લાખનું મૂલ્ય લગભગ 6,684.83 ટકા વધીને આજે 67.84 લાખ થયું છે.

કંપનીનું તાજેતરનું પ્રદર્શન

બીજી તરફ, જો કંપનીના શેરના તાજેતરના પ્રદર્શનની વાત કરીએ તો, છેલ્લા એક વર્ષમાં બોમ્બે સુપર હાઇબ્રિડ સીડ્સનો શેર લગભગ 1,694.50 ટકા તૂટ્યો છે. તે જ સમયે, છેલ્લા 1 મહિનામાં તેમાં 145.52 ટકાનો વધારો થયો છે.

શુક્રવારનો શેરબજારનો કારોબાર

વૈશ્વિક બજારોમાં મિશ્ર વલણ વચ્ચે બેન્કિંગ અને નાણાકીય શેરોમાં જબરદસ્ત ઉછાળાને કારણે શુક્રવારે મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન BSE ના 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 909.64 પોઈન્ટ અથવા 1.52 ટકા વધીને 60,841.88 ના સ્તર પર બંધ થયા છે. દિવસના વેપારમાં, તે 973.1 પોઈન્ટ અથવા 1.62 ટકા વધીને 60,905.34 પોઈન્ટ પર પહોંચ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 243.65 પોઈન્ટ અથવા 1.38 ટકાના ઉછાળા સાથે 17,854.05 પર બંધ થયો હતો.

Published On - 8:01 am, Sat, 4 February 23

Next Article