જ્યારથી દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે HDFC બેન્ક સાથે મર્જર(HDFC Limited and HDFC Bank Merger)ની જાહેરાત કરી છે ત્યારથી તેના શેર સતત ઘટી રહ્યા છે. આ કારણે તે હવે શેરબજારની TOP -10 મૂલ્યવાન કંપનીઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે. HDFC લિમિટેડના શેરની કિંમત 4 એપ્રિલ, 2022 થી લગભગ 19 ટકા ઘટી છે. આ કારણે આ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક સાથે એચડીએફસીના વિલીનીકરણની જાહેરાત તે જ દિવસે કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં તેના શેરમાં 12.24 ટકાનો ઘટાડો નોંધાયો છે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ HDFC લિમિટેડ હવે શેરબજારમાં ટોપ-10 કંપનીઓમાં નથી. તે 11માં નંબરે સરકી ગયો છે. તેનું માર્કેટ કેપ ઘટીને રૂ. 3.92 લાખ કરોડ થયું છે. ટોપ-10 કંપનીઓની યાદીમાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, અદાણી ગ્રીન એનર્જી, SBI, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ લિમિટેડનો સમાવેશ થાય છે. HDFC લિમિટેડ યાદીમાંથી બહાર થયા બાદ બજાજ ફાઇનાન્સે આમાં નવી એન્ટ્રી કરી છે.
HDFC લિમિટેડના શેરમાં પણ મંગળવારે ઘટાડો નોંધાયો હતો. બપોરના ટ્રેડિંગ સુધીમાં, તેમાં 4.52 ટકાની નબળાઈ નોંધાઈ છે. NSE પર બપોરે 1.30 વાગ્યાની આસપાસ તેના શેરની કિંમત ઘટીને રૂ. 2,161.25 થઈ ગઈ હતી. તેવી જ રીતે એચડીએફસી બેંકના શેરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. HDFC બેંકના રોકાણકારોને અત્યાર સુધીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે તેના માર્કેટ કેપમાં રૂ. 1.67 કરોડનો ઘટાડો થયો છે.
દેશની અગ્રણી હોમ લોન ધિરાણકર્તા HDFCનું HDFC BANK સાથે મર્જર કરવામાં (HDFC merger with HDFC Bank) આવી રહ્યું છે. હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન (HDFC) ના બોર્ડે તેની મંજૂરી આપી દીધી છે. મર્જર હેઠળ HDFC Bankના 42 શેરને બદલે HDFCના 25 શેર ઉપલબ્ધ થશે. આ મર્જર પછી HDFC બેંકનો હાઉસિંગ લોન પોર્ટફોલિયો ઘણો મજબૂત બનશે. આ ઉપરાંત તેને એચડીએફસીના ગ્રાહકોનો પણ લાભ મળશે. આ મર્જર બાદ HDFC બેંકમાં HDFCનો હિસ્સો 41 ટકા થઈ જશે. હાલમાં આ મર્જરને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સહિત અન્ય રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મેળવવી પડશે.