HCL Tech Q2 Results : રોકાણકારો માટે ખુશખબર, કંપનીએ ચાલુ વર્ષે ત્રીજીવાર ડિવિડન્ડની જાહેરાત કરી

HCLને ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 20,655 કરોડની આવક થઈ હતી. કંપનીનો નફો 3259 કરોડ રૂપિયા હતો. તે જ સમયે, આ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરની વાત કરીએ તો, કંપનીની આવક 23464 કરોડ રૂપિયા હતી.

HCL Tech Q2 Results : રોકાણકારો માટે ખુશખબર, કંપનીએ ચાલુ વર્ષે ત્રીજીવાર ડિવિડન્ડની જાહેરાત કરી
HCL Tech Q3 Results declared
| Edited By: | Updated on: Oct 13, 2022 | 6:51 AM

HCL Tech Q2 Results : HCL Tech એ બુધવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. નાણાકીય વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં કંપનીનો નફો સાત ટકા વધીને રૂ. 3,489 કરોડ થયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક પણ 19.5 ટકા વધીને રૂ. 24,686 કરોડ થઈ છે. ત્રિમાસિક પરિણામોની જાહેરાત સાથે કંપનીએ એમ પણ કહ્યું કે શેરધારકોને પ્રતિ શેર રૂપિયા 10નું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ પણ આપવામાં આવશે. કંપનીએ આ માટે 20 ઓક્ટોબરની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. કંપની 2 નવેમ્બર સુધીમાં ડિવિડન્ડ(Dividend) ચૂકવશે. નોંધનીય છે કે કંપનીના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે.

એચસીએલ આ નાણાકીય વર્ષમાં 2 ડિવિડન્ડ આપી ચૂકી છે. કંપનીએ પ્રથમ વખત 18 રૂપિયા અને બીજી વખત 10 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. ગયા નાણાકીય વર્ષમાં કંપનીએ શેરધારકોને રૂપિયા 42નું ડિવિડન્ડ આપ્યું હતું.

ક્વાર્ટરમાં EBIT માર્જિન અનુક્રમે 93 બેસિસ પોઈન્ટ્સ સુધરીને 18% થયું છે જે વિશ્લેષકોની અપેક્ષાના ઉપલા સ્તર નજીક છે. ઓપરેટિંગ લીવરેજ અને કાર્યક્ષમતા પગાર વધારાની અસરને સરભર કરે છે અને માર્જિનમાં સુધારો લાવે છે કંપનીએ જણાવ્યું હતું.

HCL ટેક માટે અમેરિકાની આવકનો હિસ્સો ક્વાર્ટરમાં 60 bps વધીને Q2 માં 64.8 ટકા થયો છે. જોકે, યુરોપમાંથી આવકનો હિસ્સો 30 bps ઘટીને 27.5 ટકા થયો છે.

રેકોર્ડ ડેટ

રેકોર્ડ ડેટ એટલે તે તારીખે કંપની તેના શેરધારકોની સંખ્યા નક્કી કરે છે. સામાન્ય રીતે આના એક દિવસ પહેલા એક્સ-ડિવિડન્ડની તારીખ હોય છે. આ તારીખ સુધી શેર ખરીદનારા રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે.

કંપનીના શેરનું રિટર્ન

HCLનો શેર બુધવારે 1.43 ટકા વધીને રૂ.952 પર બંધ થયો હતો. છેલ્લા એક સપ્તાહમાં તેના શેરમાં ઘટાડો થયો છે. એક વર્ષમાં સ્ટોક 28 ટકા ઘટ્યો છે. જો આપણે લાંબા ગાળાની વાત કરીએ તો, આ શેરે 5 વર્ષમાં 109 ટકા વળતર આપ્યું છે. HCLના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 1359 રૂપિયા છે અને 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 877 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 2,54,111 કરોડ છે.

છેલ્લા ક્વાર્ટરના પરિણામો

HCLને ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 20,655 કરોડની આવક થઈ હતી. કંપનીનો નફો 3259 કરોડ રૂપિયા હતો. તે જ સમયે, આ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરની વાત કરીએ તો, કંપનીની આવક 23464 કરોડ રૂપિયા હતી. આ દરમિયાન HCLને 3283 કરોડ રૂપિયાનો નફો થયો હતો.