અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સ અદાણી ગ્રુપમાં તેનું રોકાણ વધારી શકે છે. ફર્મના ફાઉન્ડર રાજીવ જૈને 8 માર્ચે પત્રકારો સાથે વાત કરતાં આ વાત કહી છે. એક સપ્તાહ પહેલા GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપમાં લગભગ 1.9 બિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ રોકાણથી વિવાદોથી ઘેરાયેલા અદાણી ગ્રૂપને ઘણી રાહત મળી અને તેના શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. સિડનીમાં પત્રકારો સાથે વાત કરતાં રાજીવ જૈને જણાવ્યું હતું કે, “અમે વધુ શેર ખરીદી શકીએ તેવી શક્યતા છે. સામાન્ય રીતે આપણે પહેલા પ્રારંભિક પોઝિશન લઈએ છીએ અને પછી જેમ જેમ વસ્તુઓ આગળ વધે છે અને કંપનીની કમાણીના આંકડા બહાર આવે છે. આ ક્ષણે અમે અમારા રોકાણના સંપૂર્ણ કદમાં નથી”
GQG પાર્ટનર્સની સ્થાપના રાજીવ જૈન દ્વારા 2016માં કરવામાં આવી હતી. આ પેઢીએ અદાણી ગ્રુપની 4 કંપનીઓના 1.87 બિલિયન ડોલરના શેર ખરીદ્યા છે. ઉપરાંત, અમેરિકન શોર્ટ-સેલર ફર્મ દ્વારા હિંડનબર્ગ રિપોર્ટ પછી અદાણી જૂથમાં તે પ્રથમ મોટું રોકાણ હતું.
GQGના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જૈનની ઓસ્ટ્રેલિયાની મુલાકાત થોડા સમય અગાઉથી નક્કી કરવામાં આવી હતી અને ત્યાંની ચર્ચાઓમાં અદાણી સિવાયના અન્ય વિષયોનો સમાવેશ થતો હતો.જ્યારે જૈનને અદાણીમાં રોકાણ કરવા અંગે તેમના ગ્રાહકોની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “સાચું કહું તો, પ્રતિભાવ ખરેખર મારી અપેક્ષા કરતાં વધુ સકારાત્મક રહ્યો છે કારણ કે તેઓને લાગે છે કે આ રીતે આપણે આપણી જાતને અન્ય લોકોથી અલગ પાડીએ છીએ.” “અમે અમારા જ્ઞાનના આધારે બજારમાં ડૂબકી લગાવીએ છીએ અને અમે ટોળાને અનુસરતા નથી” તેમ તેમણે કહ્યું હતું.
અદાણી ગ્રુપ માટે એક પછી એક સકારાત્મક સમાચારના કારણે ગ્રુન કંપનીઓના શેરમાં જોરદાર રિકવરી જોવા મળી રહી છે. ભારે ઘટાડા બાદ અદાણી ગ્રુપના શેરમાં સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી રહી છે. બુધવારે 10માંથી 10 શેર મજબૂત થયા છે. 5માં અપર સર્કિટ પણ લગાવવામાં આવી હતી. આ તેજી વચ્ચે ગ્રૂપના શેરમાં તાજેતરના નીચા સ્તરેથી લગભગ 105 ટકાનો વધારો થયો છે.
Company | BSE PRICE(Rs) | NSE PRICE(Rs) |
ACC | 1,885.00 1.03% | 1,888.20 1.20% |
ADANI ENTERPRISES | 2,039.00 2.83% | 2,038.10 2.78% |
ADANI GREEN ENERGY | 619.60 5.00% | 619.25 4.99% |
ADANI PORTS & SEZ | 712.50 3.19% | 712.40 3.13% |
ADANI POWER | 186.75 4.97% | 186.60 4.98% |
ADANI TOTAL GAS | 861.90 4.99% | 861.35 5.00% |
ADANI TRANSMISSION | 819.90 4.99% | 820.40 5.00% |
ADANI WILMAR | 461.15 5.00% | 461.40 4.99% |
AMBUJA CEMENT | 392.40 1.78% | 392.65 1.85% |
NDTV | 242.35 4.91% | 242.25 4.96% |