Good News For Gautam Adani : NSEએ મુશ્કેલીમાં મુકાયેલા દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સારા સમાચાર આપ્યા છે. NSE એ તેની અર્ધવાર્ષિક સમીક્ષામાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ અન્ય મુખ્ય સૂચકાંકોના ઘટકો બદલ્યા છે. અદાણી ગ્રુપને બે કંપનીઓ અદાણી પાવર અને અદાણી વિલ્મરને કેટલાક ઈન્ડેક્સમાં સ્થાન મળ્યું છે. અદાણી વિલ્મર નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100 ઈન્ડેક્સમાં સામેલ છે જ્યારે અદાણી પાવર નિફ્ટી 500, નિફ્ટી 200, નિફ્ટી મિડકેપ 100, નિફ્ટી મિડકેપ 150, નિફ્ટી લાર્જ મિડકેપ 250 અને નિફ્ટી મિડકેપ 400 ઈન્ડેક્સમાં સામેલ છે.
એક્સચેન્જનું કહેવું છે કે આ ફેરફારો 31 માર્ચથી અમલમાં આવશે. જોકે Paytm ની પેરન્ટ કંપની One 97 Communications ને નિફ્ટી નેક્સ્ટ 50 અને નિફ્ટી 100માંથી હટાવીને નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી મિડકેપ 150 ઈન્ડેક્સમાં મૂકવામાં આવી છે.
નિફ્ટી નેક્સ્ટ 50 ઈન્ડેક્સમાં અદાણી વિલ્મરની સાથે એબીબી ઈન્ડિયા, કેનેરા બેંક, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને વરુણ બેવરેજીસનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ Paytm સિવાય Biocon, Bandhan Bank, Emphasis અને Gland Pharmaને બાકાત રાખવામાં આવ્યા છે. Paytm ની ઇશ્યૂ કિંમત 2150 રૂપિયા હતી પરંતુ તે ક્યારેય આ સ્તરે પહોંચી નથી. શુક્રવારે તે રૂ. 626.30 પર બંધ રહ્યો હતો. અદાણી પાવર ઉપરાંત એપોલો ટાયર્સ, સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ, દેવયાની ઈન્ટરનેશનલ, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, NHPC, NMDC અને પિરામલ એન્ટરપ્રાઈઝને નિફ્ટી 200માં સ્થાન મળ્યું છે. બીજી તરફ ક્લીન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઈમામી, ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ, ICICI સિક્યોરિટીઝ, ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, લિન્ડે ઈન્ડિયા, નેશનલ એલ્યુમિનિયમ કંપની, નિપ્પોન લાઈફ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટને બાકાત રાખવામાં આવ્યા છે.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેર અપર સર્કિટને સ્પર્શ્યા હતા. અદાણી પાવરનો શેર રૂ. 155 પર બંધ રહ્યો હતો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 432.80 રૂપિયા છે. ગયા વર્ષે 22 ઓગસ્ટે તે આ સ્તરે પહોંચ્યું હતું. બીજી તરફ, અદાણી વિલ્મરનો શેર શુક્રવારે રૂ. 438 પર બંધ થયો હતો. તેની 52 સપ્તાહની ઊંચી સપાટી 878.35 રૂપિયા છે. 24 જાન્યુઆરીના એક રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો થયો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ દાયકાઓથી સ્ટોકની હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. જો કે, અદાણી ગ્રુપે આ અહેવાલને જુઠ્ઠાણાનો પોટલો ગણાવ્યો હતો અને તેને ભારત વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું હતું.
Company | Last Price | Change % | Prev Close |
Adani Enterpris | 1,722.70 | -73.90 (-4.11%) |
1,796.60 |
Adani Green Ene | 628.65 | +12.35 (2.00%) |
616.30 |
Adani Ports | 578.65 | +1.45 (0.25%) |
577.20 |
Adani Power | 155.15 | +7.35 (4.97%) |
147.80 |
Adani Total Gas | 971.50 | -51.10 (-5.00%) |
1,022.60 |
Adani Trans | 920.40 | -48.15 (-4.97%) |
968.55 |
Adani Wilmar | 438.25 | +20.85 (5.00%) |
417.40 |
Ambuja Cements | 353.30 | +5.50 (1.58%) |
347.80 |
ACC | 1,839.40 | -2.25 (-0.12%) |
1,841.65 |
Published On - 9:40 am, Sat, 18 February 23