Syrma SGS Tech નું શુક્રવારે જોરદાર લિસ્ટિંગ થયું હતું. એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ ડ્રીમફોક્સ સર્વિસિસના આઇપીઓ(DreamFolks Services IPO)ને પણ રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. IPO ને લઈને સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. BSE પર શુક્રવારે સાંજે 5 વાગ્યા સુધીના ડેટા અનુસાર DreamFolks Services ના IPOને કુલ 56.68 ગણો ઓવરસબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. શુક્રવાર IPO માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. ગ્રે માર્કેટમાં ડ્રીમફોક્સ સર્વિસિસનો આઈપીઓ રૂ.85 થી 90ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ સ્ટોક રૂ. 410 થી 415ની આસપાસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની ધારણા છે.
ડ્રીમફોક્સ સર્વિસિસનો IPO કુલ 56 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો છે જેમાં સંસ્થાકીય રોકાણકારો માટે આરક્ષિત ક્વોટા 70.53 ગણો, બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 37.66 ગણો અને રિટેલ રોકાણકારો માટે 43.66 ગણો ભરવામાં આવ્યો છે. કંપનીએ IPOમાં અરજી માટે 94,83,302 શેર ઈશ્યુ કર્યા હતા જે સામે 53,74,97,212 શેર માટે અરજીઓ મળી છે. તમને જણાવી દઈએ કે કંપનીએ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 253 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ડ્રીમફોક્સ સર્વિસિસની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો ઓપરેશન્સમાંથી કંપનીની આવક 2017માં રૂ. 98.7 કરોડથી વધીને 2020માં રૂ. 367 કરોડ થઈ ગઈ છે. કંપની 55 ટકાના દરે સતત વૃદ્ધિ દર્શાવી રહી છે.
ડ્રીમફોક્સ સર્વિસિસનો IPO 24 ઓગસ્ટથી 26 ઓગસ્ટ 2022 સુધી ખુલ્લો હતો. કંપનીએ આઈપીઓ મારફત બજારમાંથી રૂ. 562 કરોડ એકત્ર કર્યા છે અને પ્રાઈસ બેન્ડ રૂ. 308 થી 326 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. 1 સપ્ટેમ્બરના રોજ સફળ શેરધારકોના ડીમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ સ્ટોક 6 સપ્ટેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે.
ગ્રે માર્કેટમાં ડ્રીમફોક્સ સર્વિસિસનો આઈપીઓ રૂ.85 થી 90ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ સ્ટોક રૂ. 410 થી 415ની આસપાસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની ધારણા છે. એવું માનવામાં આવે છે કે સ્ટોક એક્સચેન્જમાં શેરબજારનો મૂડ બદલાયા બાદ ડ્રીમફોક્સ સર્વિસિસ સિરમા એસજીએસ ટેક પછી બીજી એવી કંપની છે જે બજારમાં તેનો IPO લાવી છે.
સિરમા SGS ટેક્નોલોજીનો શેર શુક્રવારે પ્રથમ ટ્રેડિંગ દિવસે રૂ. 220ની ઇશ્યૂ કિંમત સામે 19 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 33.18 ટકા વધીને રૂ. 293ના સ્તરે પહોંચ્યો હતો. આ શેર NSE પર 18.18 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 260 પર લિસ્ટ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 33.31 ટકા વધીને રૂ. 293.30 થયો હતો. શેર ૯૦ રૂપિયાના વધારા સાથે 310.50 રૂપિયા ઉપર બંધ થયો હતો.