DreamFolks IPO: આવતીકાલે શેરની ફાળવણી થશે, જાણો કેટલું છે GMP

ડ્રીમફોક્સના આઈપીઓ અંગે વિશ્લેષકો પણ હકારાત્મક હતા. બ્રોકરેજે જણાવ્યું હતું કે કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે તેથી રોકાણકારોએ તેમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.

DreamFolks IPO: આવતીકાલે શેરની ફાળવણી થશે, જાણો કેટલું છે GMP
Symbolic Image
| Edited By: | Updated on: Aug 31, 2022 | 4:25 PM

એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર પ્લેટફોર્મ ડ્રીમફોક્સ સર્વિસીસ લિમિટેડ(DREAMFOX SERVICES LIMITED)ના IPOમાં બિડ કરનારા રોકાણકારોને આવતીકાલે શેરની ફાળવણી કરવામાં આવી શકે છે. આ IPO ને રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. આ IPO 56.68 ગણો સબસ્ક્રાઇબ થયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ ડ્રીમફોક્સના IPOને 94,83,302 શેરની ઓફર સામે 53,74,97,212 શેર માટે બિડ મળી છે.તે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર (QIB) કેટેગરીમાં 70.53 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ વ્યક્તિગત રોકાણકાર (RII) વિભાગને 43.66 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે. બિન-સંસ્થાકીય રોકાણકારોની શ્રેણી 37.66  ગણી સબસ્ક્રાઇબ થઈ હતી. ડ્રીમફોક્સ આઇપીઓ(DREAMFOX IPO )ના ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ 308 થી 326 હતી. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 253 કરોડ એકત્ર કર્યા હતા.

ઈશ્યુ સંપૂર્ણ OFS

એક અહેવાલ મુજબ આ આઈપીઓ હેઠળ કોઈ નવા શેર જારી કરવામાં આવ્યા નથી. કંપનીના પ્રમોટરોએ ઓફર ફોર સેલ (OFS) હેઠળ 1.72 કરોડ ઇક્વિટી શેર વેચ્યા છે. ડ્રીમફોક્સ આઈપીઓના એક લોટમાં કંપનીના 46 શેર હતા. આ પબ્લિક ઈસ્યુ NSE અને BSE બંને પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે. IPOનું લિસ્ટિંગ 6 સપ્ટેમ્બર, 2022ના રોજ થઈ શકે છે.

Dreamfox IPO GMP

ડ્રીમફોક્સના ઈશ્યુને રોકાણકારોનો મજબૂત ટેકો મળ્યો એટલું જ નહીં ગ્રે માર્કેટમાં પણ આ શેર શરૂઆતથી જ પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. બુધવારે પણ ગ્રે માર્કેટમાં ડ્રીમફોક્સનો શેર રૂ. 95ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. નોંધનીય છે કે ગયા સોમવારે ડ્રીમફોક્સ શેર ગ્રે માર્કેટમાં ડ્રીમફોક્સ સર્વિસિસનો શેર રૂ. 70ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

 રોકાણ કરવાની સલાહ

ડ્રીમફોક્સના આઈપીઓ અંગે વિશ્લેષકો પણ હકારાત્મક હતા. બ્રોકરેજે જણાવ્યું હતું કે કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે તેથી રોકાણકારોએ તેમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ. જૈનમ બ્રોકિંગે તેની IPO નોટમાં કહ્યું હતું કે કંપની નફાકારક છે અને તેના પર કોઈ દેવું નથી. કંપની અત્યારે કોઈ સ્પર્ધાનો સામનો કરી રહી નથી. તેથી રોકાણકારો તેમાં નાણાંનું રોકાણ કરીને નફો કરી શકે છે. અનલિસ્ટેડ એરેનાના કો-ફાઉન્ડર અભય દોશીએ પણ પોઝિટિવ લિસ્ટિંગની શક્યતા વ્યક્ત કરી છે.

Published On - 4:25 pm, Wed, 31 August 22