Dividend Stocks : હેલ્થકેર સર્વિસ કંપનીએ 6 વર્ષમાં 11 વખત ડિવિડન્ડ આપ્યું, શું આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં છે?

BSE ને મોકલવામાં આવેલી માહિતી અનુસાર Thyrocare Technology એ  10 રૂપિયાનીની ફેસ વેલ્યુના આધારે 180 ટકા એટલે કે રૂ. 18 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ ડેટ 20 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે જ્યારે ડિવિડન્ડ ક્યારે ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી હજુ સુધીજાહેર કરવામાં આવી નથી.

Dividend Stocks : હેલ્થકેર સર્વિસ કંપનીએ 6 વર્ષમાં 11 વખત ડિવિડન્ડ આપ્યું, શું આ સ્ટોક તમારા પોર્ટફોલિયોમાં છે?
| Edited By: | Updated on: Apr 08, 2023 | 7:33 AM

Dividend Stocks : હેલ્થકેર સેક્ટરની કંપની થાઇરોકેરે નાણાકીય વર્ષ 2022-23 માટે બીજું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 180 ટકાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ સપ્તાહે Thyrocareનો શેર રૂ. 447 પર બંધ થયો હતો. આ એક સ્મોલકેપ કંપની છે જેની માર્કેટ કેપ રૂ. 2365 કરોડ છે. નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીએ અગાઉ મે 2022માં વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી હતી. કંપનીએ FY2023માં કુલ 330 ટકા ડિવિડન્ડ આપ્યું છે. કંપનીની 52 સપ્તાહની ઉપલી સપાટી 904.30 રૂપિયા છે. સમાન સમયગાળામાં નીચલી 415.40 રૂપિયા છે.

આ પણ વાંચો:  Breaking News : Delhi ના ટિકરી PVC માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની 25 ગાડીઓ ઘટનાસ્થળે હાજર-જુઓ Video

થાયરોકેર ડિવિડન્ડની રેકોર્ડ ડેટ

BSE ને મોકલવામાં આવેલી માહિતી અનુસાર Thyrocare Technology એ  10 રૂપિયાનીની ફેસ વેલ્યુના આધારે 180 ટકા એટલે કે રૂ. 18 પ્રતિ શેરનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રેકોર્ડ ડેટ 20 એપ્રિલ 2023 નક્કી કરવામાં આવી છે જ્યારે ડિવિડન્ડ ક્યારે ચૂકવવામાં આવશે તેની કોઈ માહિતી હજુ સુધીજાહેર કરવામાં આવી નથી. કંપનીએ અગાઉ મે 2022માં 150 ટકા એટલે કે 15 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. FY2023 માં કંપનીએ 330 ટકા એટલે કે 33 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે.

થાઇરોકેરના ડિવિડન્ડની હિસ્ટ્રી

સપ્ટેમ્બર 2016 માં સૂચિબદ્ધ થયા પછી, કંપનીએ કુલ 11 ડિવિડન્ડ  જાહેર કર્યા છે. તેની ડિવિડન્ડ યીલ્ડ 3.36 ટકા છે. જો કોઈ રોકાણકાર આ સ્ટૉકમાં રૂ. 1000નું રોકાણ કરે છે તો તેને દર વર્ષે રૂ. 33.60 ડિવિડન્ડ તરીકે મળે છે.

આ પણ વાંચો : Forbes’ New Billionaire : અદાણીના તારણહાર રાજીવ જૈન Forbes ના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામ્યા, જાણો કોણ છે આ અબજોપતિ રોકાણકાર

થાઇરો કેર સ્ટોક પર્ફોમન્સ

સ્ટોક પર્ફોર્મન્સ વિશે વાત કરીએ તો આ અઠવાડિયે Thyrocareનો શેર રૂ. 447 પર બંધ થયો હતો. 52 સપ્તાહની ઊંચી સપાટી 904 રૂપિયા અને 52 સપ્તાહની નીચી કિંમત 415 રૂપિયા છે. એક સપ્તાહમાં આ શેરમાં 6 ટકાનો ઉછાળો આવ્યો છે. ત્રણ મહિનામાં લગભગ 25 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 28 ટકા, એક વર્ષમાં 47 ટકાથી વધુ ઘટાડો થયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:32 am, Sat, 8 April 23