Dividend Stock : સરેરાશ ત્રણ વર્ષે નાણાં ડબલ કરતો બેન્કિંગ શેર ચાલુ નાણાકીય વર્ષમાં બીજું ડિવિડન્ડ આપી શકે છે

|

Mar 25, 2023 | 7:00 AM

Dividend Stock : ICICI બેંક એક એવો સ્ટોક છે, જો તમે તેની કામગીરી પર નજર નાખો, તો તમે જોશો કે તે દર 3-4 વર્ષે રોકાણકારોના પૈસા બમણા કરે છે. તે મલ્ટિબેગર સ્ટોક છે. ત્રણ વર્ષની કામગીરીનો વિચાર કરીએ તો આ બેંકના શેરમાં લગભગ 3 ગણો ઉછાળો આવ્યો છે.

Dividend Stock : સરેરાશ ત્રણ વર્ષે નાણાં ડબલ કરતો બેન્કિંગ શેર ચાલુ નાણાકીય વર્ષમાં બીજું ડિવિડન્ડ આપી શકે છે

Follow us on

Dividend Stock : ખાનગી ક્ષેત્રની દિગ્ગજ ICICI BANK દ્વારા BSEને આપવામાં આવેલી માહિતી અનુસાર 22 એપ્રિલ 2023ના રોજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક યોજાશે. આ બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2022-23 માટે ડિવિડન્ડનો નિર્ણય લેવામાં આવી શકે છે. જો ડિવિડન્ડ આપવાનું નક્કી કરવામાં આવે તો તે ચાલુ નાણાકીય વર્ષનું બીજું ડિવિડન્ડ હશે. ડિવિડન્ડ ઉપરાંત બોર્ડની બેઠક જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર અને સમગ્ર નાણાકીય વર્ષ માટે Standalone અને Consolidated Result પર પણ વિચારણા બાદ નિર્ણય લેશે. બેંક 8મી મેના રોજ પરિણામ જાહેર કરશે. શુક્રવારે શેરબજારમાં  તેનો સ્ટોક 0.36 ટકાના ઘટાડા સાથે રૂ. 852.40 પર બંધ થયો હતો.

પ્રથમ ડિવિડન્ડ 250 ટકા હતું

ICICI બેંક ની ડિવિડન્ડ યીલ્ડ  0.59 ટકા છે. આનો અર્થ એ છે કે, જો કોઈ રોકાણકાર આ સ્ટોકમાં રૂ. 100નું રોકાણ કરે છે તો એક વર્ષમાં તેને ડિવિડન્ડ તરીકે માત્ર 59 પૈસા મળશે. આ નાણાકીય વર્ષમાં બેંકે ઓગસ્ટ 2022માં રૂ. 2ની ફેસ વેલ્યુના આધારે 250 ટકા એટલે કે શેર દીઠ રૂ. 5નું અંતિમ ડિવિડન્ડ આપ્યું હતું. મે 2001માં લિસ્ટિંગ થયા બાદથી અત્યાર સુધીમાં બેંકે કુલ 22 ડિવિડન્ડ આપ્યા છે.

ICICI બેંકના સ્ટોકનો દર 3-4 વર્ષે પૈસા બમણાં  કરવાનો રેકોર્ડ

ICICI બેંક એક એવો સ્ટોક છે, જો તમે તેની કામગીરી પર નજર નાખો, તો તમે જોશો કે તે દર 3-4 વર્ષે રોકાણકારોના પૈસા બમણા કરે છે. તે મલ્ટિબેગર સ્ટોક છે. ત્રણ વર્ષની કામગીરીનો વિચાર કરીએ તો આ બેંકના શેરમાં લગભગ 3 ગણો ઉછાળો આવ્યો છે. 24 માર્ચ, 2020 ના રોજ, ICICI બેંકનો શેર 296.50 રૂપિયા પર બંધ થયો. શુક્રવારે તે રૂ.852.40ના સ્તરે બંધ રહ્યો હતો. આ રીતે ત્રણ વર્ષમાં આ શેરમાં 187.48 ટકાનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોના નાણાં લગભગ ત્રણ ગણા વધી ગયા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બ્રોકરેજે 40% સુધી અપસાઇડનો ટાર્ગેટ આપ્યો છે

આ સ્ટૉકમાં બ્રોકરેજ હજુ પણ તેજીમાં છે. માર્ચ મહિનામાં, મોર્ગન સ્ટેનલીએ ICICI બેંક પર 1250 રૂપિયાના લક્ષ્ય ભાવ સાથે ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે. આ લગભગ 40 ટકા ઉપર છે. Macquarieએ આઉટપર્ફોર્મ રેટિંગ આપ્યું છે અને લક્ષ્ય કિંમત રૂ. 1050 થી વધારીને રૂ. 1145 કરી છે. બેન્ક ઓફ અમેરિકા સિક્યોરિટીઝે આ માટે રૂ. 1100નો ટાર્ગેટ આપ્યો છે અને BUY કરવાની સલાહ આપી છે. મોતીલાલ ઓસવાલે રૂ. 910નો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની ભલામણ કરી છે.

Published On - 7:00 am, Sat, 25 March 23

Next Article