Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 6ના માર્કેટ કેપમાં 1.56 લાખ કરોડનો વધારો થયો, રિલાયન્સ Top Gainer

|

Aug 15, 2022 | 8:59 AM

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને LIC આવે છે.

Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 6ના માર્કેટ કેપમાં 1.56 લાખ કરોડનો વધારો થયો, રિલાયન્સ Top Gainer
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં સેન્સેક્સ(Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી 6ની માર્કેટ મૂડી(Mcap)માં ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ. 1,56,247.35 કરોડનો વધારો થયો છે. આ દરમિયાન સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ને થયો હતો. સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ICICI બેન્ક, HDFC અને બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપ વધ્યું હતું. બીજી તરફ ઈન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે.ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને LIC આવે છે.

સેન્સેક્સમાં 1.83 ટકાનો ઉછાળો

ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 1,074 પોઈન્ટ અથવા 1.83 ટકા ઉપર હતો. બીજી તરફ નિફ્ટી 300 પોઈન્ટ અથવા 1.95 ટકા ચઢ્યો હતો. બજારે સતત ચોથી વખત સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે.

આ કંપનીઓના માર્કેટ કેપમાં પણ વધારો થયો છે

રિપોર્ટિંગ સપ્તાહમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 66,772.08 કરોડ વધીને રૂ. 17,81,028.47 કરોડ થયું છે. TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 12,642.03 કરોડ વધીને રૂ. 12,44,004.29 કરોડ અને HDFC બેન્કનું માર્કેટકેપ રૂ. 32,346.90 કરોડ વધીને રૂ. 8,25,207.35 કરોડ થયું છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ICICI બેન્કનું બજાર મૂલ્ય રૂ. 25,467.37 કરોડ વધીને રૂ. 6,08,729.12 કરોડ અને HDFCનું બજાર મૂલ્ય રૂ. 18,679.93 કરોડ વધીને રૂ. 4,45,759.90 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટ વેલ્યુએશન રૂ. 339.04 કરોડ વધીને રૂ. 4,42,496.12 કરોડ થયું હતું.

ઈન્ફોસિસ સહિતની આ કંપનીઓની માર્કેટ કેપ ઘટી છે

આ વલણથી વિપરીત, ઈન્ફોસિસની બજાર સ્થિતિ રૂ. 9,262.29 કરોડ ઘટીને રૂ. 6,70,920.64 કરોડ થઈ હતી. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂ. 11,454.26 કરોડ ઘટીને રૂ. 6,09,765.92 કરોડ થયું હતું. LICનું માર્કેટ વેલ્યુએશન રૂ. 3,289 કરોડ ઘટીને રૂ. 4,31,459.72 કરોડ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂ. 4,73,584.52 કરોડ પર સ્થિર રહ્યું હતું.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, SBI, HDFC, બજાજ ફાઇનાન્સ અને LIC આવે છે.

વિદેશી રોકાણકારો ફરી ભારતીય બજાર તરફ વળ્યા

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહમાં આક્રમક રીતે ભારતીય શેરોની ખરીદી કરી છે. ગયા મહિને લાંબા અંતર પછી FPIs ફરીથી ભારતીય શેરબજારો(Share Market)માં ખરીદી કરી છે. વિદેશી રોકાણકારોએ ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહમાં ફુગાવાની ચિંતા હળવી કરીને શેરબજારમાં રૂ. 22,452 કરોડ ઠાલવ્યા હતા. ડિપોઝિટરી ડેટા અનુસાર જુલાઇ મહિનાની શરૂઆતમાં FPIs એ ઇક્વિટીમાં આશરે રૂ. 5,000 કરોડનું રોકાણ કર્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (FPIs) એ ઓગસ્ટના પ્રથમ બે સપ્તાહમાં ભારતીય શેર તરફ વિશ્વાસ બતાવ્યો છે.  લાંબા અંતર પછી FPIs ફરી ભારતીય શેરબજાર તરફ વળ્યાં છે.

Next Article