AGS Transact Technologies IPO : આ બે રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં?
AGS Transact Technologies ATM અને CRM આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવી સેવાઓ માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે.
AGS Transact IPO
Follow us on
AGS Transact Technologies IPO ના શેર ફાળવણી આજે થઈ શકે છે. 3 દિવસની બિડિંગમાં રૂ. 680 કરોડનો પબ્લિક ઈશ્યુ 7.79 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. ઇશ્યુનોનો રિટેઇલ હિસ્સો 3.08 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO 19 જાન્યુઆરીથી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને 21 જાન્યુઆરીએ બંધ થયો હતો. AGS Transact Technologiesની પ્રાઇસ બેન્ડ રૂ. 166-175 રાખવામાં આવી હતી.
માર્કેટ ઓબ્ઝર્વરના જણાવ્યા મુજબ AGS Transact Technologies IPO નું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) 5 રૂપિયા હતું. તેથી રોકાણકારો શેર ફાળવણીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
જાણો કંપની વિશે
AGS Transact Technologies ATM અને CRM આઉટસોર્સિંગ કેશ મેનેજમેન્ટ, ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સેવાઓ અને મોબાઈલ વોલેટ જેવી સેવાઓ માટે કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાન કરે છે. કંપનીના પ્રમોટર્સ રવિ બી. ગોયલ અને વિનેહા એન્ટરપ્રાઇઝિસ છે. કંપનીમાં બંનેનો સંયુક્ત હિસ્સો 97.61 ટકા છે જ્યારે AGSTTL એમ્પ્લોઇઝ વેલ્ફેર ટ્રસ્ટ 1.51 ટકા હિસ્સો ધરાવે છે.
જો તમે મેટ્રો બ્રાન્ડ આઈપીઓ માટે અરજી કરી હોય તો તમે BSE અને રજિસ્ટ્રારની વેબસાઈટ પર જઈને તમારી સ્થિતિ ચકાસી શકો છો કે તમને શેર ફાળવવામાં આવ્યા છે કે નહીં.